Monday, 22 August 2011

શિયાળામાં ખાઓ સ્વાસ્થ્યવર્ધક 7 વસ્તુઓ


શિયાળામાં તમને તમારી રજાઈમાંથી બહાર નીકળવાનુ પણ મન નહીં થાય. ગરમા ગરમ ચા કે કોફી પીવાનુ મન થયા કરશે. શિયાળાની આ જ તો મજા છે. પણ ધ્યાન રાખો શિયાળામાં શરદી ઉધરસ પણ સરળતાથી લાગી શકે છે. તો શિયાળામાં શરીરને ગરમ રાખવા માટે ખાઓ આ 7 વસ્તુઓ.

1.શક્કરિયાઆ ઘણા પોષકતત્વો ધરાવતા કંદમૂળ છે. તેમાં ફાઈબર અને કાર્બોહાઈડ્રેટ રહેલા હોય છે. તેમાં વિટામીન એ અને સી અને મેગ્નેશિયમ અને કોપર જેવા ખનીજ પણ રહેલા હોય છે. તમે શક્કરિયાની જેમ બટાટા પણ ખાઈ શકો છો. તેમાં પણ વિટામીન એ, કાર્બ અને ફાઈબર રહેલા છે. 2. પાલકલીલા શાકભાજી આમ પણ શિયાળામાં વધુ ફાયદાકારક હોય છે કારણ કે તેમાં એન્ટિઓક્સિડન્ટ રહેલા હોય છે. તે સાથે તેમાં આર્યન અને કેલ્શિયમ પણ રહેલા હોય છે. 3. રાયના દાણારાય તમારા શરીરને ગરમ રાખે છે. તેનાથી પાચનક્રિયાને મદદ મળે છે. તેમાં ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ, આર્યન, મેન્ગેનિઝ અને કોપર રહેલા હોય છે. 4. મગફળીમગફળીમાં એન્ટિઓક્સિડન્ટ રહેલા હોય છે. આનાથી આપણા શરીર તંત્રને ગરમી મળે છે. તેમાં વિટામીન ઈ અને બી3 રહેલા હોય છે. 5. બાજરી-જવારબાજરી અને જવાર શિયાળા દરમિયાન ઘણા ઉપયોગી ખોરાક છે. બાજરી અને જુવાર કેલ્શિયમનુ શોષણ કરીને સ્નાયુઓના કોશોને ઘડે છે. 6. ઓઈલી ફિશઓઈલી ફિશમાં વિટામીન ડી મળી રહે છે. એ સિવાય તેમાં ઓમેગા 3 ફેટ હોય છે જે તમારા મૂડને વારેઘડીએ બદલતો અટકાવે છે. 7. દાડમદાડમમાં સારા પ્રમાણમાં પોલિફિનોલ્સ હોય છે જે પાવરફૂલ એન્ટિઓક્સિડન્ટ છે. તેમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ રહેલા છે.

No comments:

Post a Comment