આદિપુર-કચ્છથી એક યુવાન સિંધી વેપારી શ્રી મુરલીધર ત્રણ વાગે મારી ઓફિસમાં પ્રવેશ્યા. દર્દીની ચેર પર બેસતાં એક નિરાંતનો શ્વાસ લેતાં તેમણે પોતાનું વક્તવ્ય આ પ્રમાણે જણાવ્યું.
મારી ઉંમર પાંત્રીસ છે અને હું વેપાર કરું છું. મને કેટલાક મહિનાથી જમ્યા પછી છાતીના ભાગમાં બળતરા-દાહ થાય છે. દિવસે વેપારમાં વ્યસ્ત હોવાથી તકલીફ હોવા છતાં ખાસ પરેશાની જણાતી નથી, પરંતુ રાત્રે તો જાણે છાતીમાં સગડી બળતી હોય, એવી જલન થાય છે. રાત્રે દસ વાગે જમું છું અને ત્રણેક વાગે તો છાતીમાં એવી બળતરા થાય છે કે, મારી ઊંઘ પણ ઊડી જાય છે. માથું દુઃખે, મોંઢામાં ખાટું પાણી છૂટે અને એકાદ ઊલટી થાય તો થોડી વારે આ બધું શાંત થઈ જાય. જો ઊલટી ન થાય તો ઠંડું પાણી પીવાથી થોડી રાહત થાય, પરંતુ પછી બેચેની અને પગની પિંડીની કળતરને લીધે ઊંઘ આવે જ નહીં અને પડખા ફેરવ્યા જ કરવા પડે. તો આપ મારી આ તકલીફ ઉપરથી યોગ્ય નિદાન કરીને એવો ઉપચાર ગોઠવો કે જેથી હું સ્વસ્થ અને શાંતિમય જીવન જીવી શકું.
જુઓ ભાઈ, આપને અમ્લપિત્તની તકલીફ છે. આધુનિકો તેને હાઈપર એસિડિટી કહે છે. વેપારીઓ, બુદ્ધિજીવીઓ, વકીલો અને સેન્સિટિવ એટલે કે ખૂબ જ લાગણીશીલ વ્યક્તિઓમાં આ રોગનું પ્રમાણ વધારે જોવા મળે છે. આ રોગમાં શારીરિક અને માનસિક એમ બંને પ્રકારના કારણો ભાગ ભજવતા હોય છે. આમ છતાં શારીરિક કરતાં માનસિક કારણો જ વધારે ભાગ ભજવે છે એટલે તમને સૌપ્રથમ અગત્યની સલાહ એ આપું છું કે, વ્યવસાયનું ટેન્શન લઈને ઘરે જવું નહીં. જો ટેન્શન ઘરે લઈ જશો, તો અમ્લપિત્તનો વળગાડ જલદી છૂટશે નહીં, પરંતુ તેમાંથી બને તેટલું ધીમે ધીમે મુક્ત થવું. આપને જે છાતીમાં બળવું, મોંઢામાં ખાટું પાણી આવવું, માથું દુખવું, પિંડીઓમાં કળતર થવી, ઊંઘ ઊડી જવી વગેરે સ્પષ્ટપણે ‘અમ્લપિત્ત’ સૂચવે છે. આ અમ્લપિત્તમાં ઊલટી થવાથી ખાટું, કડવું પિત્ત બહાર ફેંકાય ત્યારે થોડી વાર શાંતિ જણાય, પરંતુ તેના મૂળભૂત કારણો દૂર કરવામાં ન આવે તો બીજે દિવસે પાછું એ જ કુચક્ર ચાલે છે.
આયુર્વેદમાં કહેવાયું છે કે, તીખા, ખારા, ઉષ્ણ, તીક્ષ્ણ અને સૂક્ષ્મ ગુણધર્મોવાળા તથા વાસી આહારદ્રવ્યોના અતિ ઉપયોગથી અમ્લપિત્ત નામનો વ્યાધિ થાય છે. એટલે સૌથી પ્રથમ આ રોગને ઉત્પન્ન કરતાં આ કારણોનો ત્યાગ કરો અને એ માટે તમે આ પ્રમાણે ઉપચાર કરો.
* અતિ તીખા, તળેલા, ખાટાં ફળો લેવા નહીં.
* કોબી, તાંદળજો, મેથી, મૂળા, ડુંગળી, ટામેટાં, અથાણાં, પાપડ, તળેલું વગેરે લેવા નહીં.
* દૂધ, રોટલી, પાતળી મગની દાળ, ખીર, પરવળ, દૂધપૌંઆ, રતાળું, દૂધી, સુરણ, બટાટા વગેરે શીત ગુણધર્મોવાળો આહાર લેવો.
* જમ્યા પછી ત્રણેક કલાકે એકાદ ગ્લાસ ઠંડું દૂધ લેવું, રાત્રે ઊંઘ ઊડી જાય તો એકાદ કપ ઠંડું મધુર દૂધ પીવું.
* સવારે અને સાંજે ફરવા જવું.
* મનમાં પરમ શાંતિ રાખવી. ગુલકંદ, વરિયાળીના શરબતના ઉપયોગથી શ્રી મુરલીધરનું અમ્લપિત્ત બે મહિનામાં સાવ મટી ગયેલું.
ગાગરમાં સાગર
આ ઔષધને ચિનાઈ ફળ, નિરંજન ફળ અથવા સિંગાપુરી બોર કહેવામાં આવે છે. આપણે ત્યાં થતું નથી. સિંગાપુરથી આવે છે અને બોર જેવું હોવાથી સિંગાપુરી બોર કહેવાય છે. જે આયુર્વેદિય કાચા ઔષધો વેચતા ગાંધીને ત્યાં મળે છે. જેમને હરસની ખૂબ જ તકલીફ હોય અને સખત કબજિયાત રહેતી હોય, એવી વ્યક્તિએ એક કપ પાણીમાં નિરંજન ફળ સવારે પલાળી દેવું. સાંજે પાણીમાં ફુલીને મોટું થઈ જશે. રાત્રે જમ્યા પછી બે કલાકે આ પાણીમાં આ ફળને ખૂબ મસળીને તેના કૂચા કાઢી નાખી તે પાણી પી જવું. ચારેક દિવસના આ ઉપચારથી ઉગ્ર મસા, દૂઝતા-સ્રવતા મસા પણ શાંત થઈ જશે અને મળપ્રવૃત્તિ પણ ખૂબ સરળ બની જશે.

No comments:
Post a Comment