Monday, 15 August 2011

વિવિધ ચેવડા




પાલકની ભાજીનો ચેવડો
સામગ્રીઃ ૨૫૦ ગ્રામ  બારીક સમારેલી પાલકની ભાજી, ૨ ટે. સ્પૂન તલ, ૨થી ૩ બારીક સમારેલાં લીલા મરચાં, ૨ ટે. સ્પૂન કોપરું, લાલ મરચું, પાઉંડર ૧ ચમચી મીઠું સ્વાદ મુજબ, બૂરુ ખાંડ ૨ ટે.સ્પૂન, તળવા માટે તેલ, ૧ ટે. સ્પૂન શેકેલા સીંગદાણા તથા સજાવટ માટે કાજુ.
રીતઃ એક કઢાઈમાં તેલ મૂકી  ગરમ થયે તેમાં ભાજી તળીને  નીતરવા નાખવી, બને તો વાસની ટોપલીમાં પેપર નેપકીન પાથરીને તળેલી પાલક તેમાં નાખવી જેથી તેલ ચૂસાઈ જશે, તેની ઉપર મરચાં સીંગદાણા સાંતળી મીઠું, મરચું અને ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરવું.
નોંધઃ  પાલકની ભાજીમાંથી તેલ સંપૂર્ણ નીતરવા દેવું.
રોટલીનો ચેવડો
સામગ્રી : વધેલી રોટલી ૫-૬ નંગ, મીઠું, મરચું, સંચળ, ચાટ મસાલો, તળવા માટે તેલ.
રીત : રોટલીને બિસ્ત્રાની  જેમ વાળી રોલ બનાવવા, તેને ચપ્પાથી કોબીજની જેમ સમારવી તેલ ગરમ થયે તેમાં ચેવડાનો વાડકો લઈ તેમાં રોટલીની કતરણ નાખી તળવું અને એક વાસણમાં કાઢી થોડી વાર નીતરવા દેવું, ત્યારબાદ તેમાં મીઠું, મરચું, સંચળ જરૂર મુજબ ભેગા કરી નાખો ઉપર થોડો ચાટ મસાલો ભભરાવો. બધું બરાબર મિક્સ કરી ખાવાના ઉપયોગમાં લેવું.
પંચરત્ન ચેવડો
સામગ્રી : ૨૫૦ ગ્રામ નાયલોન પૌંઆ, ૧/૨ વાડકી તળેલા મગ, ૧/૨ વાડકી તળેલી ચણાની દાળ (જે બંને વસ્તુ બજારમાં મળે છે) ૪થી ૫ નંગ બારીક સમારેલ મરચાં, ૧ ટે. સ્પૂન કાજુના કટકા, ૧ ટે. સ્પૂન કિસમિસ, ૧/૨ વાડકી સીંગદાણા, ૪ ચમચા તેલ વઘાર માટે, ૮-૧૦ પાન મીઠા લીમડાના, દળેલી ખાંડ ૫ ચમચી, મીઠું જરૂર મુજબ, ૧ ટી સ્પૂન મરચું પાઉડર, હળદર ૧/૨ ચમચી.
રીત : એક કઢાઈમાં તેલ મૂકી તેમાં મરચાં નાંખી સાંતળવાં, સંતળાઈ જાય પછી એક વાસણમાં કાઢી લેવા અને તે જ તેલમાં સીંગદાણા, કાજુ, દ્રાક્ષ વિ. નાખી ૨ મિનિટ સાંતળવાં, ત્યારબાદ તેમાં હળદર ઉમેરી તરત જ પૌંઆ નાખી દેવા તેને હલાવી ઉપર મીઠું, મરચું, ખાંડ નાખી મગ અને ચણાની દાળ નાખી મિક્સ કરવું. આ ચેવડો ખૂબ ઓછા તેલથી બને છે.
નોંધઃ પૌંઆને સૌ પ્રથમ આછા તાપે શેકીને કુરમુરા કરવા ત્યારબાદ ઉપરોક્ત રીતે વઘારવા. પૌંઆ કોરા જ શેકવા.
હાજીખાની મમરાનો ચેવડો
સામગ્રી : ૨૫૦ ગ્રામ હાજીખાની મમરા, ૧૦૦ ગ્રામ તળેલી ચણાદાળ, ૨ ટે.સ્પૂન સીંગદાણા, બે નંગ બારીક સમારેલાં લીલાં મરચાં, મીઠું સ્વાદ મુજબ, ૧ ટે. સ્પૂન કાજુના ટુકડા, ૮થી ૧૦ પાન મીઠો લીમડો, ૨ નંગ અડદના પાપડ તળેલા, ૨ ચમચી દળેલી ખાંડ, ૧/૨ ચમચી હળદર, ૧ ચમચી મરચું પાઉડર, તળવા માટે તેલ ૧/૨થી ૩/૪ વાડકી, સજાવટ માટે બારીક સમારેલ ડુંગળી ૧ નંગ.
રીત : એક વાસણમાં તેલ મૂકી તેમાં લીલાં મરચાં સાંતળવા લીમડાના પાન સાંતળવા પછી તેમાં હાજીખાની મમરા નાખી મિક્સ કરવાં ત્યારબાદ તેમાં મીઠું, મરચું, ખાંડ, હળદર, બધું નાખી હલાવી મિક્સ કર્યા બાદ તળેલા પાપડનો ભૂકો કરી બરાબર હલાવવું ત્યારબાદ ચણાની દાળ નાખવી, ખૂબ હલાવી મિક્સ કરીને ઉપર બારીક સમારેલ ડુંગળીથી સજાવીને સર્વ કરવું.
વધેલી રોટલીનો લીલો ચેવડો
સામગ્રી : વધેલી રોટલી ૫-૬ નંગ, ૨ ચમચી તલ, ૧ ચમચી રાઈ, ૧ ટી-સ્પૂન લીલાં મરચાં બારીક સમારેલાં, ૫-૬ નંગ મીઠા લીમડાનાં પાન, મીઠું સ્વાદ મુજબ, ૧ ચમચી મરચું, ૧/૨ ચમચી હળદર, ચપટી હિંગ, ૧ ડુંગળી બારીક સમારેલી, વઘાર માટે તેલ ૩ ટે.સ્પૂન, ૨ચમચી ખાંડ.
રીતઃ રોટલીને મિકસરમાં અધકચરી ક્રશ કરવી ત્યારબાદ એક વાસણમાં વઘાર મૂકી એમાં રાઈ, મરચાં, તલ, બારીક સમારેલ ડુંગળી બધું સાંતળીને રોટલીનો ભૂકો વઘારવો, ત્યારપછી તેમાં મીઠું, મરચું, હળદર, હિંગ, ખાંડ નાખી હલાવી મિક્સ કરવું. આ રોટલીનો લીલો ચેવડો સ્વાદિષ્ટ લાગે છે.

No comments:

Post a Comment