Monday, 22 August 2011

યુવાનો માટે કેમ જરૂરી છે ધર્મ-અધ્યાત્મ અને યોગ?


ધર્મ, પૂજા-પાઠ, વ્રત-ઉપવાસ કે ઉપાસના વગેરેને આસ્થા અને શ્રાદ્ધાના સિમિત સર્કલથી કાઢીને હવે વિજ્ઞાનની કસોટીથી બહાર આવવું જ પડે. માત્ર શ્રદ્ધા-વિશ્વાસના સહારે કોઈ માન્યતા કે સિદ્ધાંતને પૂરી રીતે સ્વીકાર કરી લેવી અને અતૂટ ભરોસો કરી લેવો આજના બુદ્ધિપ્રધાન અને તાર્કિક માણસ માટે શક્ય નથી.

સમયની માંગ છે કે ધર્મને મંદિરો, ગુરુકુળો, પુસ્તકાલયો, સાધુ-સંતોની મંડળીઓ, ભજન-કિર્તન પ્રવચન અને પ્રાચીન ધર્મગ્રંથો સુધીના સર્કલમાંથી બહાર કાઢી આજે માનવ અને તેના મનની લાયક બનાવવામાં આવે. એ જૂની ભાષામાં, આમ તો પહેલાના પ્રતીકો તથા ઉદાહરણોની મદદ લઈ આજના યાંત્રિક યુગમાં જન્મેલ આધુનિક મનુષ્યને ધર્મ-આધ્યાત્મની વાસ્તવિક મહાનતાઓ, ખૂબીઓ અને લાભોથી પરિચિત નથી કરાવી શકાતો. તેથી જ આજના આધુનિક યુગમાં યુવાનો માટે દરેક વસ્તુથી અવગત હોવું જરૂરી છે. આપણા પ્રાચીન વારસામાં જીવન જીવવાની કળાઓને અઢળક ખજાનો છે જેને આજના યુગને અનુકૂળ બનાવી રજૂ કરવામાં આવે તે જરૂર છે તથા યુવાનો તેને પોતાના જીવનમાં ઊતારે તે પણ એટલુ જ જરૂરી છે.

No comments:

Post a Comment