ગરમીનો પારો દિવસે દિવસે ઘટતો જાય છે, આકાશ વાદળછાયું છે, વરસાદ આવું આવું છે. બફારો અતિશય છે. આવું વાતાવરણ એટલે વરસાદ જલદી આવવાના એંધાણ. છત્રી - રેઈનકોટ - ગમબૂટ હાજર છે, પરંતુ ખાસ ચોમાસા માટેના વસ્ત્રો ક્યાં પહેરવા તેની મૂંઝવણ સતાવતી રહી છે.
કોઈ બર્મુડા-ટી-શર્ટ પહેરશે. કોઈ કુર્તા-પંજાબી સ્ટાઈલ કરશે, તો કોઈ જિન્સ-શર્ટનો ડ્રેસ અપનાવશે.
આ બધા ડ્રેસમાં સૌથી ઓલ્ડ ડ્રેસ કમ્ફર્ટેબલ હોવા છતાં મગજમાં આવતો નથી. તેનું નામ છે ઝુ આવ !
૧૯મી સદીમાં ફ્રેન્ચ આર્મીના સૈનિકોનો આ ખાસ યુનિફોર્મ હતો ઝુઆવ. ત્યારે એ લોકો ઓપન ફટેડ જેકેટ્સ - બેગી પેન્ટસ અને હેડ ગીયર પહેરતા. આ લશ્કરી યુનિફોમમાં આવેલું બેગી પેન્ટસ તે ઝુઆવ. ઝુઆવ ફ્રેન્ચ નામ છે. જેને ખુલતું પાટલુન કહી શકાય.
ઘણા ફેશન પરસ્ત લોકો ઝુઆવને ‘ધોતી પેન્ટસ’ કહે છે : હકીકતમાં આ પેન્ટસને લેડીઝ પહેરે ત્યારે ધોતી સ્ટાઈલની પેટન્ટ કરવામાં આવી હોય છે. ઝુઆવની ખૂબી એ જ છે કે તેમાં ડિઝાઈનર ચાહે તેટલી પેટન્ટ અને સ્ટાઈલ કરાવી શકે છે. ડિઝાઈનરોના મતે પણ ‘ઝુઆવ એ બેગી પેન્ટસ ભલે હોય, પરંતુ તેના ઉપર સ્ટાઈલ અને વિવિધ પ્રકારનું ફેબ્રિક્સ વાપરી શકાય છે.’
વરસાદમાં ઓછો બાફ માટે ઉપરાંત પાણીના બુંદનું નડતર ઓછું રહે તે માટે ઝુઆવ મોનસૂન વેર તરીકે માન્ય થયું છે. ઘૂંટણથી સહેજ નીચેની લંબાઈ ધરાવતું આ કેપ્રી સ્ટાઈલનું બેગી પેન્ટસ પહેરવામાં એકદમ આરામદાયક છે. મલ, નીટ, જ્યોર્જટ, ક્રેપ, લાઈટ વેઈટ સિલ્ક જેવા ફેબ્રિકનો ઉપયોગ ઝુઆવ માટે કરવામાં આવે છે. આ ડ્રેસમાં ફાલનું મહત્ત્વ વધારે છે. ઉપર જણાવેલા મટિરિયલ્સમાં ફોલ સારા એવા થાય છે. નાડી-બટનવાળા ઝુઆવની બદલે ઈલાસ્ટીકના વપરાશથી ઝુઆવ પહેરવામાં સરળતા રહે છે.
આમ જોવા જઈએ તો ઝુલાવ કમ્ફર્ટેબલ ડ્રેસ હોવા છતાં ઘરમાં તેમજ ઈવનિંગ વોક વખતે અથવા તો રિસોર્ટ વેર તરીકે અથવા તો ફોર્મલ ડ્રેસ તરીકે અપનાવી શકાય છે. ઝુઆવ ઉપર તમે સ્લીવલેસ ટી-શર્ટ, શર્ટ અથવા કોઈ પણ ટોપ પહેરી શકો છો. આ ઉપરાંત હિલવાળા અથવા વગરના સેન્ટ્રલ-શૂઝ પણ અપનાવી શકો છો.
આમ જોવા જઈએ તો ઝૂઆવ મોડર્ન અને ટ્રેડિશનલ સ્ટાઈલનો સમન્વય છે. ઝૂઆવ ૮થી ૧૮ વર્ષ અને ૧૮થી ૬૦ વર્ષની યુવતીઓ માટે કમ્ફર્ટેબલ વેર છે. ગમે તેવા વરસાદના પાણીમાં તમારા પગ ડૂબે પણ ઝુઆવ પહેર્યા પછી, તમે તેની પરવા નહીં કરી શકો.
No comments:
Post a Comment