* કંદમૂળ વિશે માહિતી આપી તેમની વાનગીઓ સૂચવશો.
- નીલા દવે, રાજકોટ
કેટલાંક શાક સ્ટાર્ચયુક્ત હોય છે. પચવામાં સહેલાં અને સારી એવી શક્તિ પૂરી પાડનારાં. સરળ રીતે કેલરી મેળવવાનું પ્રાપ્તિસ્થાન એટલે કંદમૂળ.
કેટલીક વનસ્પતિના મૂળના છેડામાં સ્ટાર્ચનો સંગ્રહ થાય છે. તેઓ ફૂલે છે, જાડા બને છે અને તેમનો ઉપયોગ ખોરાક તરીકે થાય છે. આના દાખલા છે ગાજર, મૂળા, બીટરૂટ. તેઓ ‘રૂટ વેજિટેબલ’ તરીકે ઓળખાય છે.
કેટલીક વનસ્પતિનાં મૂળ, તાંતણા જેવા પાતળાં હોય, પરંતુ તેમની ડાળીઓ જમીનની નીચે હોય છે, તેમાં સ્ટાર્ચનો ભરાવો થાય છે અને ડાળીઓના છેડા જાડા બને છે, જેનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. દા.ત. બટાકા, શક્કરિયાં, રતાળું, સૂરણ, ટેપીઓકા. તેમને ‘ટયુબર્સ’ તરીકે ઓળખવામાં આવે છે. આ રૂટ્સ અને ટયુબર્સ શક્તિનાં સરળ પ્રાપ્તિસ્થાનો છે. કેરાલામાં ગરીબ લોકોનો ખોરાક જ ટેપીઓકા છે. આ એક પ્રકારનું કંદ છે જેમાં ખૂબ સ્ટાર્ચ અને નહિવત્ પ્રોટીન. આથી કેટલીક વખત કેરાલાની ગરીબ પ્રજામાં પ્રોટીનની ઉણપના રોગ પણ થાય છે.
No comments:
Post a Comment