આયુર્વેદમાં અજમાને ‘યવાની’ કહેવામાં આવે છે. આ અજમા વિષે એક જગ્યાએ એક પંક્તિમાં તેની સર્વગુણ સંપન્નતાના ઉલ્લેખની સાથે સાથે તેને પાચનશક્તિ વધારનાર દ્રવ્યો- ઔષધોમાં શીર્ષસ્થાને પહોંચાડી દેવામાં આવ્યો છે. ગ્રંથકારનો ઉલ્લેખ છે કે, ‘એકા યવાની શતમન્ન પાચિકા’ એટલે કે એકમાત્ર અજમામાં જ સેંકડો પ્રકારના અન્નનું પાચન કરવાનો ગુણ રહેલ છે. આ ઉક્તિ ઘણાં પ્રાચીનકાળથી ચાલી આવે છે.
ગુણકર્મ
સાધારણ અજમોઃ ચરપરો, તીક્ષ્ણ, ઉષ્ણ, ગરમ, હલકો, જમવામાં રુચિ ઉત્પન્ન કરનાર, જઠરાગ્નિ પ્રદિપ્ત કરનાર, કડવો, તીખો, પિત્ત વધારનાર, આફરો મટાડનાર, વાયુ અને કફના રોગ તથા બરોળ અને લિવરના રોગને મટાડનાર છે. કોલેરાની શરૂઆત થતાં જ જો અજમાનો પ્રયોગ કરવામાં આવે તો સુંદર પરિણામ મળે છે.
ખુરાસાની અજમોઃ તીક્ષ્ણ, કડવો, ગરમ, માદક, પચવામાં ભારે, અગ્નિવર્ધક, આંતરડાંનું સંકોચન કરનાર અજીર્ણ ઉદર કૃમિ આમ પડવો તથા કફ અને વાયુના રોગ મટાડે છે.
ઉપયોગ
અહીં હું સાધારણ અજમાનો કઈ રીતે ઉપયોગ કરવો તે વિષે નિરૂપણ કરું છું.
ભોજન કર્યા પછી વાયુ ઉત્પન્ન થવાની ફરિયાદ હોય, પેટમાં ભારેપણું અને ગડગડાટ હોય, ઓડકારો આવતાં હોય તો એક સાધારણ નિયમ બનાવવો. સાફ કરેલ, ધોઇને સૂકવેલ અજમો અડધી ચમચી અને અજમાથી અડધો ખાવાનો સોડા, જમ્યા પછી, સહેજ નવશેકા પાણીથી ફાકી જવો. ભોજન કર્યાં પછી પંદરથી વીસ મિનિટે આ રીતે સવાર- સાંજ અજમો + સોડાનું સેવન કરવાથી બે ત્રણ દિવસમાં જ સારું પરિણામ મળશે.
અજમામાં એક પ્રકારનું સુગંધિત ઉડનશીલ તેલ રહેલું છે. જેમ અજમાનાં ફૂલ અથવા અંગ્રેજીમાં ‘થાયમોલ’ કહેવામાં આવે છે. આ થાયમોલ અથવા અજમાનાં ફૂલ એક ચમચી, પીપરમીન્ટ એક ચમચી અને દેશી કપૂર બે ચમચી આ ત્રણે ઔષધો એક મજબૂત ઢાંકણાવાળી શીશીમાં ભરી દેવા. થોડા સમય પછી આ ત્રણે વસ્તુ મળીને જળસ્વરૂપ થઈ જશે. આ એક ઉત્તમ ચીજ (ઔષધ) તૈયાર થઈ ગયું.
આ શીશીને કબાટમાં મૂકી રાખો. દાંતનો દુખાવો, કાનનો દુખાવો, પેટની ચૂંક વગેરેમાં અચૂક ફાયદો આપે છે. દાંતના દુખાવામાં અને કાનના દુખાવામાં ત્રણ- ચાર ટીપાં નાંખવાં. પેટના દુખાવામાં એક પતાસા ઉપર પાંચથી સાત ટીપાં નાંખીને તે ખાવા આપવું. આ જ રીતે અતિસાર, પેટનો દુખાવો, જીવ મૂંઝાવો, ઉલટી, ખાંસી, માથાનો દુખાવો વગેરેમાં આ રીતે જ ઉપયોગ કરવો. અડધી ચમચી અજમો અને અડધી ચમચી સાકર, નાગરવેલના પાનમાં નાંખીને તેને ચાવીને ખાવાથી ખાંસી મટે છે. દિવસમાં સવાર- સાંજ બે વખત ઉપચાર કરવો.
નાના બાળકોને લીલા- પીળા ઝાડા થયા હોય અને ઊલટી થતી હોય તો અજમાનું એક ચમચી પાણી દિવસમાં બે વખત આપવું.
અડધી ચમચી અજમાનું ચૂર્ણ તેનાથી ચોથા ભાગનું સંચળ સાથે મેળવીને ગરમ પાણી સાથે આપવાથી પેટનું ભારેપણું અને આફરો મટી જાય છે. દાદર કે ખરજવા ઉપર અજમાને ચૂનાના નીતરેલા પાણીમાં લસોટી તેનો લેપ કરી પાટો બાંધવો, જૂનામાં જૂનું ખરજવું પણ આ ઉપચારથી મટી જાય છે. જૂનો ગોળ અને અજમો સમભાગે લઈ તેનો ઉકાળો પાણીમાં બનાવી તે પાણી જે સ્ત્રીઓને માસિક અવરોધ હોય તેમણે દિવસમાં બે વાર આપવું. તેનાથી માસિક સાફ અને નિયમિત આવે છે.

No comments:
Post a Comment