Monday, 8 August 2011

તમને ખબર છે?


* રતન તાતા સાથે મોટાભાગના પ્રવાસમાં તેમનો કૂતરો હોય છે. જો તાતા ગ્રુપના ચેરમેન ન હોત તો તેઓ આર્િકટેક્ટ બન્યા હોત.
* સોનિયા ગાંધી મંત્રીઓ સાથે સંપર્ક રાખવા માટે સૌથી વધુ એસએમએસનો ઉપયોગ કરે છે.
* વડા પ્રધાનના વિશેષ વિમાન એર ઈન્ડિયા વનમાં તેમના માટે સૂવાનો પલંગ છે, પણ મનમોહનસિંહે ક્યારેય તેનો ઉપયોગ કર્યો નથી.
* જસ્ટિસ કાપડિયાએ ચાલુ અદાલતના સમયે એક ન્યાયિક કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરવાની ના પાડી દીધી હતી.
* સુષ્મા સ્વરાજ કૃષ્ણનાં બહુ મોટા ભક્ત છે. તેમના જીવનમાં જે કંઈ થાય તેને તે કૃષ્ણઇચ્છા જ માને છે.
* નીતીશ કુમાર સાઉથ ઇન્ડિયન ફૂડ, ખાસ કરીને ઢોંસાના બહુ મોટા ફેન છે.
* ચિદમ્બરમ્ રોજ બપોરે ભોજન લેવા ઘરે જ જાય છે.
* મુકેશ અંબાણી પોતાના ઘરના થિયેટરમાં સપ્તાહમાં સરેરાશ ૩ ફિલ્મો જુએ છે.ખ્ત પ્રણવ * મુખર્જી મોડી રાત સુધી કામ કરતા હોય ત્યારે તેમને દાર્જિલિંગ ચા પીવા અચૂક જોઈએ.
* રિઝર્વ બેંકના ગવર્નર ડી.સુબ્બારાવ બહુ સારા હ્યુમરિસ્ટ છે. તેમનું વક્તવ્ય હંમેશાં જોકથી જ શરૂ થતું હોય છે.
* જયરામ રમેશ કોઈનાં લગ્ન કે અંતિમવિધિમાં હાજરી આપતા નથી.
* સંસદમાં નવરા બેઠા બેઠા મમતા બેનર્જી બીજા સાંસદોનાં રેખાચિત્રો દોરવાનું કામ કરતા હોય છે!
* ધોની ભાગ્યે જ કોઈ વખત આખી વન-ડે ટીવી પર જુએ છે.
* જયલલિથા તેમની સાડીનો કલર પણ જ્યોતિષની સલાહ પછી જ નક્કી કરે છે.
* અહમદ પટેલ ક્રિકેટના બહુ શોખીન છે. ગમે ત્યારે ક્રિકેટની વર્તમાન સ્થિતિ વિશે તેઓ જાણકારી મેળવ્યા કરતા હોય છે.
* વિપ્રોના માલિક અઝીમ પ્રેમજી ન્યૂયોર્ક જાય ત્યારે કારને બદલે શહેરમાં ટ્રેન દ્વારા મુસાફરી કરવાનું પસંદ કરે છે.
* સચિનને વહેલી સવારે અને મોડી સાંજે ફેરારી ડ્રાઈવ કરવાનો શોખ છે.
* કપિલ સિબ્બલ ટાઈમ મળે ત્યારે હાથે રસોઈ બનાવવાનું પસંદ કરે છે.
* છત્તીસગઢના મુખ્યમંત્રી રમણસિંહ આયુર્વેદિક ડોક્ટર છે. તેઓ જ્યારે જાહેર જનતાને મળે ત્યારે તેમના દરદનું આયુર્વેદિક પ્રિસ્ક્રિપ્શન પણ આપતા હોય છે.
* દિગ્વિજયસિંહ સારા એવા વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર છે. નિયમિત રીતે નેશનલ પાર્કસની મુલાકાત લેતા રહે છે.
* નીતિન ગડકરી ખાવાના બહુ શોખીન છે (તેમનું શરીર જોતાં જ સમજાઈ જાય ને!) વડાપાંઉ તેમનું ફેવરિટ ફૂડ છે.
* કોમર્સ મિનિસ્ટર આનંદ શર્મા રોજ સવારે દિલ્હીના લોધી ગાર્ડનમાં ચાલવા જાય છે.
* નેશનલ સિક્યુરિટી એડવાઈઝર શિવશંકર મેનન ગિટાર વગાડી જાણે છે.
* સુનિલ મિત્તલ જ્યારે કોઈ સોદો કરવા જઈ રહ્યા હોય ત્યારે જ્યાં સુધી સોદો પાકો ન થઈ જાય ત્યાં સુધી તેઓ વેજિટેરિયન બની જાય છે.
* માયાવતીના દિવસની શરૂઆત લીંબુવાળી ચાથી થાય છે.
* એલ.કે.અડવાણી ક્રિકેટના ચાહક છે. ગમે તે દેશ વચ્ચેની મેચ તેઓ જોતા હોય છે. અલબત્ત, હવે તેમની પાસે બીજું કામ પણ નથી એ અલગ વાત છે.
* એચડીએફસી બેંકના દીપક પારેખ બ્રિજના ખેલાડી છે.
* સંઘ ચીફ મોહન ભાગવત ક્યારેય સવારના યોગાસન મિસ નથી કરતા.
* નંદન નિલેકાની સવારે બધાં જ અખબારો વાંચે છે પછી તે કોઈ પણ શહેરમાં કેમ ન હોય.
* ફલી સામ નરિમાન સ્વિમિંગના શોખીન છે.
* શરદ પવાર ફિશની બનેલી ડિશના શોખીન છે.
* અનિલ અંબાણી રોજ ૧૮ કિલોમીટર વોક કરે છે.
* કાયદા મંત્રી વિરપ્પા મોઈલી બહુ સારા લેખક પણ છે.
* ઓરિસાના મુખ્યમંત્રી નવીન પટનાયકને સોએ સો ટકા ઓરિયા ભાષા આવડતી નથી!
* બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી ચા કે કોફી કશું જ પીતા નથી.
* આનંદ મહિન્દ્રા ફિલ્મો જોવાના શોખીન છે.
* અમિતાભનો જરૂર પડયે વિરોધ કરતા હોવા છતાં રાજ ઠાકરે અમિતાભના બહુ મોટા ફેન છે. એટલે જ તેમણે પોતાના દીકરાનું નામ અમિત પાડયું છે.
* લશ્કરી વડા જનરલ વી.કે.સિંહ પાસે અડધો ડઝન કૂતરાંઓ છે. રોજ સવારે તેઓ કુતરાં સાથે અડધો કલાક ગાળે છે.
- લક્ષ્મી મિત્તલે પોતાના દિલ્હીના આવાસ માટે સામગ્રી લંડનથી મંગાવી હતી, બાય એર.
- શિવરાજ સિંહ ચૌહાણ જ્યારે પણ નર્મદા નદીની નજીક હોય ત્યારે નદીમાં નહાવાનું ચૂકતા નથી.
- અરુણ શૌરી પાસે પોતાની બહુ સમુદ્ધ લાયબ્રેરી છે.
- કરિના કપૂર નિવૃત્ત થઈને સ્વિત્ઝરલેન્ડમાં રહેવા જવાની છે.

No comments:

Post a Comment