સતત વાસી અને તામસિક ભોજન ખાવાથી શરીરમાં વધારે પ્રમાણમાં અમ્લ તથા પિત્તનું નિર્માણ થાય છે. તેને જ અમ્લપિત્ત કહેવાય છે. અમ્લપિત્ત રોગને એસિડિટી, એસિડ ડિસ્પેસિયા, એસિડ, ગેસ્ટ્રાઇટિસ અને હાઈપર ક્લોરહાઈડ્રિયા જેવા જુદાં-જુદાં નામથી ઓળખવામાં આવે છે. ગ્રંથ ચરકસંહિતા તથા સુશ્રુતસંહિતામાં અમ્લપિત્ત રોગ વિષે સ્પષ્ટ ઉલ્લેખ મળતો નથી. આ રોગનો આયુર્વેદિક ઉલ્લેખ સૌપ્રથમ પોતાની સંહિતામાં આચાર્ય કશ્યપે કર્યો હતો. તે પછી પોતાના ગ્રંથ ‘માધવ નિદાન’માં માધવકારે એક સ્વતંત્ર રોગના રૂપે અમ્લપિત્ત રોગનો બધી રીતે ઉલ્લેખ કર્યો છે. છાતીમાં સતત બળતરાં થવી, ખાટાં ઓડકાર અને વાસ આવ્યા કરે તો સમજો કે તમે અમ્લપિત્તના શિકાર બની ગયા છે. બદલાતી ઋતુઓ સાથે આ રોગનો સીધો સંબંધ છે. શરદ ઋતુ અને વર્ષાઋતુમાં આ રોગ વધુ પગપેસારો કરે છે. આ રોગમાં રોગીના પકવાશયમાં અમ્લ અને પિત્તનું નિર્માણ વધુ થવા માંડે છે. ત્યારે ગેસ્ટ્રી કમ્યૂકોસામાં ઉત્તેજના પેદા થાય છે જેથી હાયપર એસિડિટીનું નિર્માણ વધુ થવા માંડે છે. ઘણી વાર આ રોગનો યોગ્યન કરવાં આવે તો રોગી ગેસ્ટ્રીક અને ડયુડિનલ અલ્સરનો શિકાર બને છે. રોગની ગંભીર સ્થિતિમાં રોગીને કેન્સર પણ થઈ શકે છે.
લક્ષણ
* અમ્લપિત્તના રોગીને સતત વગર કારણે થાક લાગ્યા કરે છે.
* ભોજનથી અરુચિ થઈ જાય છે અને ખાટાં ઓડકાર આવ્યા કરે છે.
* ઊબકા આવે છે. જેમાં પીળું, લીલું કે લાલ રંગનું પિત્ત નીકળે છે.
* પેટ, છાતી અને ગળામાં બળતરા રહે છે અને મોઢામાં ચાંદાં પડી જાય છે.
* ગેસની સમસ્યા રહે છે.
કારણ
* ચા, કોફી, બિસ્કિટ તથા ખાંડના વધુ ઉપયોગથી પણ આ રોગ જન્મે છે.
* તળેલા અને વધુ ચટપટા ખાદ્યપદાર્થોના સેવનથી પણ આ રોગ શરીરમાં પોતાનું સ્થાન જમાવી લેછે.
* ચિંતા તથા માનસિક તણાવ.
*ખાટા ખાદ્યપદાર્થો, ખાટું દહીં, ખાટી છાશનું સેવન કરવાથી.
* ઠંડા-ગરમ ખાદ્યપદાર્થ એક સાથે ખાવાથી પણ અમ્લપિત્ત રોગ થાય છે.
* મહિલાઓમાં ગર્ભાવસ્થા દરમિયાન આ રોગ થાય છે.
* અજીર્ણ, જૂની કબજિયાત, મંદાગ્નિ, સંગ્રહણી, પકવાશયમાં સોજો, આંતરડાંમાં સોજાને કારણે પણ અમ્લપિત્ત રોગ થાય છે.
ઔષધિઓ દ્વારા રોગમુક્તિ
* આંબળાના ચૂર્ણમાં મધ મેળવીને ચાટવાથી અમ્લપિત્ત મટી જાય છે.
* દ્રાક્ષ, હરડે સરખા પ્રમાણમાં લો. તેટલા જ પ્રમાણમાં ખાંડ મેળવો, બધાને પીસી લઈને ૧-૧ ગ્રામની ગોળી બનાવી રાખો. તેને દરરોજ લેવાથી અમ્લપિત્ત, ગળું સુકાવું, મંદાગ્નિમાં રાહત મળે છે.
* અડધી ચમચી ત્રિફળા ચૂર્ણ દિવસમાં બે-ત્રણ વાર પાણી સાથે ફાકવાથી અમ્લપિત્તમાં લાભ થાય છે.
ઘરગથ્થુ ઉપચાર
* કાકડીને મીઠું નાખ્યા વગર ખાવાથી અમ્લપિત્તમાં રાહત થાય છે. કાકડી ખાધા પછી પાણી પીવું જોઈએ નહીં.
* અડધી ચમચી લીંબુના રસમાં ૩-૪ ટીપાં દિવસમાં ત્રણ-ચાર વાર ચાટવાથી અમ્લપિત્તમાં ફાયદો થાય છે.
* અમ્લપિત્તની સમસ્યા કાયમ રહેતી હોય તો નાળિયેરનું પાણી પીવું જોઈએ.
* ધાણા અને આદુંને સપ્રમાણમાં લઈ તેનું પાણી સાથે સેવન કરવાથી રોગમાં ફાયદો થાય છે.
આહારમાં શું લેશો?
* અમ્લપિત્તથી પીડાતી વ્યક્તિએ દાડમનો જ્યૂસ, દૂધીનો જ્યૂસ, ગાજરનો જ્યૂસ લેવો જોઈએ.
* રોગીએ આંબળાંનો મુરબ્બો તથા બહેડાનો મુરબ્બો ખાવો જોઈએ.
* અંકુરિત મગ, ચણા, મકાઈ તથા ઘઉંનું સેવન પણ રોગીએ કરવું જોઈએ.
* ગરમીમાં બદામ, પિસ્તા, વરિયાળી, કાળા મરી, ઠંડાઈ (પીણું) ફાયદો કરે છે
* રોગીએ પાણી અને દ્રવ્ય પદાર્થ વધારે લેવા જોઈએ.
યૌગિક ઉપાય
યોગ કરવાથી પણ અમ્લપિત્તના રોગમાં ઘણો ફાયદો થાય છે. રોગીએ વસ્ત્રધૌતિ, જલધૌતિ, બાઘી જલનેતિ અને શંખ પ્રક્ષાલન પોતાની શક્તિ પ્રમાણે કરવા જોઈએ. આસનોમાં જાનુશીર્ષાસન, વજ્રાસન, ઉત્તાનપાદાસન, અર્ધમત્સ્યાસન, યોગમુદ્રા, ધનુરાસન, ભુજંગાસન, શલભાસન, તારામત્યાસન, નૌકાસન, સર્વાંગાસન, સવાસન, પદહસ્તાસન, મત્સ્યાસન, ઉજ્જાયી, પ્રાણાયામ, સૂર્યભેદી પ્રાણાયામ પણ લાભકારક છે.
No comments:
Post a Comment