પરસેવો અને ભેજ તમારા ક્લિન અને ક્રિસ્પ લુકને એકદમ બગાડી નાંખે છે? જો કે થોડા પ્રયત્નો સાથે તમે ઉનાળાની કાળજાળ ગરમીમાં પણ તમારા આ સ્ટાઈલિશ લુકને જાળવી રાખી શકો છો. તો વાંચો ઉનાળામાં પુરુષોના ડ્રેસિંગ માટેની ખાસ ટિપ્સ
• હળવા કોટનના કપડાં આ ઉનાળામાં સારો વિકલ્પ છે. ક્રિસ્પ કોટન, આરામદાયક લિનેન અને વિવિધ ખાદીના વસ્ત્રો પસંદ કરવા જોઈએ.
• ઉનાળામાં ફૂલોની પ્રિન્ટ વાળા વસ્ત્રો સારા લાગે છે પણ મોટાભાગે સ્ત્રીઓ જ આવી પ્રિન્ટ વાળા વસ્ત્રો પહેરતી હોય છે. પુરુષોએ આવી પ્રિન્ટથી દૂર જ રહેવું જોઈએ. જો કે હળવા ડ્રેસિંગ માટે તમે પેસ્ટલ શેડ્સ પસંદ કરી શકો છો.
• ચુસ્ત કપડાં બોડી બિલ્ડર્સને પહેરવા દો. તમને યોગ્ય રીતે ફિટ થતા વસ્ત્રો જ પસંદ કરો પણ એકદમ ચુસ્ત હોય તેવા વસ્ત્રો નહીં. બહુ ઢીલા કપડામાં તમે અણઘડ અને ખરાબ લાગી શકો છો.
• પ્રિન્ટેટ શોર્ટ્સ આ ઉનાળામાં ઈન ટ્રેન્ડ છે. ક્યુટ કાર્ટૂન કેરેક્ટરથી લઈને માચો ભૌમિતિક પ્રિન્ટ સુધીના લુઝ અને આરામદાયક શોર્ટસ કેઝ્યુઅલ ઈવનિંગ વેર તરીકે પસંદ કરી શકો છો.
જો તમને આ સમર ડ્રેસિંગ ટિપ્સ વધારે મદદ ન કરી શકે તો તમે જ્હોન અબ્રાહમનો રસ્તો ચોક્કસ અપનાવી શકો છો.
No comments:
Post a Comment