આમ તો ત્વચાની રોનક જાળવી રાખવા માટે તેનું દરેક ઋતુમાં ધ્યાન રાખવામાં આવતું હોય છે. પરંતુ સૂર્યનો તાપ જ્યારે તેજ હોય ત્વચાનું ખાસ ધ્યાન રાખવું પડે છે, જેમાં સનસ્ક્રીન મહત્વની ભૂમિકા નિભાવે છે. આ અંગે વધુ માહિતી આપી રહ્યાં છે બ્યુટિ એક્સપર્ટ રેહાના સોહેલ...
ઉનાળામાં આપણે વધુ ને વધુ ઠંડા રહેવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ, જ્યારે આ સિઝન હરવા-ફરવાની અને બીચ હોલીડે એન્જોય કરવાની પણ હોય છે. ઉનાળામાં સૂર્યનાં કિરણો ત્વચાને સૌથી વધુ નુકસાન પહોંચડાનારા હોય છે, આથી સનસ્ક્રીનની મદદથી ત્વચાને આવા હાનિકારક કિરણોથી બચાવી શકાય છે. દરેકની ત્વચા જુદા-જુદા પ્રકારની હોય છે, આથી તમારી ત્વચાનો પ્રકાર જાણીને તે અનુસાર સનસ્ક્રીન ખરીદવી જોઈએ.
યોગ્ય પસંદગી
યોગ્ય સનસ્ક્રીન તમારી ત્વચાની અડધી સમસ્યા દૂર કરે છે. કેમ કે સૂર્યના હાનિકારક કિરણો બે પ્રકારના હોય છે- યુવીએ અને યુવીબી. યુવીએ કિરણો એજિંગની અસરને વધુ પ્રભાવી બનાવે છે,જ્યારે યુવીબી સનબર્નની સૌથી મોટી સમસ્યા છે. આથી જે પ્રોડકટ તમારી ત્વચાની સુરક્ષા કરે તેને જ પસંદ કરવી જોઈએ. કઈ સનસ્ક્રીન તમારી ત્વચાને અનુકૂળ આવશે તે અંગે તમે સનસ્ક્રીન પર લખેલા એસપીએફના પ્રમાણથી જાણી શકો છો. સન પ્રોટેકશન માટે ઓછામાં ઓછું એસપીએ ૧૫ હોવું જોઈએ, તેમાં યુવીએની સુરક્ષા પણ સારી રીતે થઈ જાય છે. કઈ ત્વચા માટે કઈ સનસ્ક્રીન ઉપયુકત છે તે અંગે વધુ વિગતો મેળવીએ.
શુષ્ક ત્વચા
શુષ્ક ત્વચાવાળા લોકોએ એવી પ્રોડકટનો ઉપયોગ કરવો જોઈએ જે ત્વચાને પોષણ આપે અને તેની સુરક્ષા પણ કરે. મેચ્યોર સ્કિનને વધારાના ડહિાઈડ્રેશનથી ઘણો લાભ મળે છે. આથી એવી સનસ્ક્રીન પસંદ કરો જેમાં મોઈશ્વરાઈઝ કરતાં તત્વો હોય. એસપીએ ૩૮ થી ૫૦ સુધી હોવો જરૂરી છે.
તૈલી ત્વચાતૈલી ત્વચા માટે વોટર બેÍડ મેટ સનસ્ક્રીન શ્રેષ્ઠ છે. તે ચહેરા પર અણગમતી ચિકાશ પણ પેદા થવા દેતી નથી અને વધુ પડતી ચમક પેદા થવા દેતી નથી તથા સુરક્ષા આપે છે. જો તમે તડકામાં વધુ સમય સુધી ન રહેતા હો તો એસપીએ+યુવીએવાળું પ્રાઈમર પસંદ કરો. પ્રાઇમર મેટ વધુ સારી રીતે અસર કરે છે. તેનો મેકઅપ માટે બેઝ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તૈલી ત્વચા માટે બજારમાં પાવડર સનસ્ક્રીન પણ
મળે છે.
સામાન્ય ત્વચા
સામાન્ય ત્વચાવાળા લોકો એક નવા ફોમ્યુંલા સાથે પ્રયોગ કરી શકે છે. તેમના માટે અનેક વિકલ્પો હોય છે. સામાન્ય ત્વચાવાળાએ એવી સનસ્ક્રીન પસંદ કરવી જોઈએ જે આરામદાયક હોય અને ત્વચાને ખેંચતી ન હોય.
સંવેદનશીલ ત્વચા
આ પ્રકારની ત્વચાવાળાએ તડકાથી બચવા માટે સનસ્ક્રીનની સાથે-સાથે છત્રી અને હેટનો પણ ઉપયોગ કરવો જોઈએ. તડકાની એલર્જી ધરાવતા લોકોએ પોતાની ત્વચાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આવી ત્વચાવાળા લોકોએ રંગ, સુગંધ અને ઓઇલ ફ્રી ફોમ્યુંલાનો ઉપયોગ કરવો જોઈએ.
ખાસ ટિપ્સ
તમારી ત્વચા માટે સનસ્ક્રીન પસંદ કરી લીધા બાદ તડકામાં જવાના ૩૦ મિનિટ પહેલાં તેને લગાવો. જો તડકામાં બે કલાક કરતાં વધુ સમય સુધી રહો તો દર બે કલાક બાદ સનસ્ક્રીન લગાવવી. જો પાણીમાં હો તો દર એક કલાકમાં ત્વચા પર સનસ્ક્રીન લગાવવી.

No comments:
Post a Comment