Monday, 8 August 2011

અસાધારણ બુદ્ધિપ્રતિભાનો રાઝ


આપણે આવા છીએ
ઇન્ટેલિજન્સ ક્વોશન્ટ (આઈક્યૂ) વિશે આપણે જાણીએ છીએ કે જેનો આઈક્યૂ વધારે તે વધુ હોશિયાર . પણ શું ખરેખર આવું હોય છે? દેવીલાલ, ભજનલાલ કે ચૌટાલા પણ સફળમાણસો છે. શું તેમનો આઈક્યૂ વધારે હશે?
અગિયાર વર્ષનો ચર્ચાસ્પદ છોકરો એલ એનું નામ. ૧૯૩૭માં અચાનક એ પ્રખ્યાત થઈ ગયો. અનેક વિજ્ઞાનીઓ અને ડોક્ટરોએ એને તપાસ્યો કારણ એ હતું કે છોકરો અસાધારણ માનસિક શક્તિઓ ધરાવતો હતો. એનું મગજ એવું હતું કે, એને ઇસવીસન ૧૮૮૦થી ૧૯૫૦ સુધીની તારીખો વાર સાથે કહે. અઘરા શબ્દો ઊંધાને ચત્તા સરખી ઝડપે બોલે. ઓપેરાની અઘરામાં અઘરી સંગીતમય તરજો એ અદ્દલ સંભળાવતો, પણ ભણવામાં સાવ નબળો. જ્યારે કોમનસેન્સ, લોજિક કે રિઝનિંગમાં નિષ્ફળ જતો. એલ જેવા છોકરાઓ અપવાદરૂપ ભાગ્યે જ મળે... આવાં બાળકોને ઇડિયટ સેવેન્ટસ કહેવાય છે. તેઓની બુદ્ધિશક્તિના અમુક પાસાંઓ અમર્યાદિતપણે વિકસ્યા હોય અને સાથે જ બાકીનાં પાસાંઓ અર્ધવિકસિત, અલ્પવિકસિત કે સંપૂર્ણપણે અવિકસિત રહ્યાં હોય.
 સાઈકોલોજિસ્ટ, ડો. કેથેરીન મોરિસ કોક્ષે મહાન ચિંતકો, લેખકો, વિજ્ઞાનીઓ અને ફિલસૂફોના બાળપણના અભ્યાસ થકી તેઓના આઈક્યૂનો અંદાજ કાઢયો છે.
એ મુજબ ચિત્રકાર રેમ્બ્રાંનો ૧૫૫, નેપોલિયન બોનાપાર્ટનો ૧૪૫, અબ્રાહમ લિંકનનો ૧૫૦, બેન્જામિન ફ્રેંકલીનનો ૧૬૦, મોઝાર્ટનો ૧૬૫ તથા જ્યોર્જ વોશિંગ્ટનનો ૧૪૦ આઈક્યૂ થાય. એનાથી ઉપર ગેલિલિયોનો ૧૮૫, લિયોનાર્દો દ વિન્ચીનો ૧૮૦ તથા માર્ટિન લ્યૂથર કિંગનો ૧૭૦ આઈક્યૂ થાય અને વોલ્તેરનો ૧૯૦, ન્યૂટનનો ૧૯૦ તથા ગેટેનો ૨૧૦ જેટલો અંદાજિત આઈક્યૂ ગણાય, પણ આવી અસાધારણ પ્રતિભા જવલ્લે જ મળે.
અત્યારે આઈક્યૂ માપવા માટેની પરીક્ષણ પદ્ધતિઓનાં પરિણામો ભાગ્યે એક ટકા લોકોનો ૧૪૦થી વધારે આઈક્યૂ હોય. આ સદીની શરૂઆતમાં બીને નામના વિજ્ઞાનીએ આઈક્યૂ (બુદ્ધિમત્તાનો આંક) શોધવા માટેની પરીક્ષણ પદ્ધતિ પહેલીવહેલી વિકસાવી. ૧૯૦૪માં ગવર્ન્મેન્ટ કમિશને નોર્મલ બાળકોથી મંદબુદ્ધિનાં બાળકોને જુદા પાડવા તેને સોંપેલા કાર્યને પરિણામે ડો. થિયોડોર સીમોનના સાથથી આ પદ્ધતિ શોધી. છેવટે સ્ટેનફર્ડ યુનિર્વિસટીના લેવીસ ટરમેને તેમાં ફેરફાર કર્યા. ત્યારબાદ બે ત્રણ વર્ષનાં બાળકોને જુદી જુદી વસ્તુઓનાં ચિત્રો બતાવીને ઓળખવાનું કહેવાતું.  છએક વર્ષના બાળકોને શબ્દોના અર્થો પૂછાતા અને સાત વર્ષથી ઉપરનાની વિચારક્ષમતાચકાસાતી.
બેલેવુ સાઇકિયાટ્રિક હોસ્પિટલના ડો. ડેવિડ વેસ્લરે પછી પુખ્ત વયનાની બુદ્ધિમત્તા માપી શકાય તેવી પરીક્ષણ પદ્ધતિઓ તૈયાર કરી. જે આજે વેસ્લરે એડલ્ટ ઇન્ટેલિજન્સ સ્કેલ તરીકે પ્રખ્યાત છે.
માન્ય પ્રણાલી મુજબ આઈક્યૂ ટેસ્ટ વ્યક્તિની બુદ્ધિશક્તિને બે રીતે ચકાસે છે. વર્બલ ટેસ્ટમાં યાદશક્તિ, સામાન્ય જ્ઞાન, શબ્દભંડોળ, ગણતરીઓ, તર્ક વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે પરફોર્મન્સ ટેસ્ટમાં ક્રમિક ગોઠવણો કરવાની શક્તિ, આંગળીઓની કુશાગ્રતા, પદાર્થો સાથે કામ પાર પાડવાની ઝડપ તથા કુશળતા વગેરે મિકેનિકલ પાસાંઓ ચકાસાય છે.
આ બધાને અંતે જે આઈક્યૂ મળે છે તે સૂચવે છે કે તમારી ઉંમરના એવરેજ માણસ (કે બાળક)ની સરખામણીમાં તમે કેટલા હોશિયાર છો. સામાન્ય માણસનો આઈક્યૂ ૯૦થી ૧૧૦ની વચ્ચે હોય છે. સમાજમાં લગભગ ૪૬ ટકા જેટલા લોકો નોર્મલ આઈક્યૂ ધરાવતા હોવાથી તેમને લો એવરેજઅને અન્ય સોળ ટકા લોકો ૧૧૦થી ૧૨૦ જેટલો આઈક્યૂ ધરાવતા હોવાથી તેમને હાઈ એવરેજકક્ષાના અર્થાત્ લગભગ સામાન્ય જેવા જગણાય છે, પણ જે દસેક ટકા જેટલા લોકો એકસો ચોવીસથી વધુ આંક ધરાવે છે તેઓને સુપીરિયર તથા ૧ ટકા લોકો ૧૪૦થી વધુ આઈક્યૂ ધરાવે છે તેઓને વેરી સુપીરિયર ગણાય છે. એ જ રીતે જે આઠેક ટકા જેટલા લોકોનો આઈક્યૂ ૭૦થી ૮૦ની વચ્ચે છે. તેઓને બોર્ડ લાઈન ડિફેક્ટિવતથા ૭૦થી ઓછા આઈક્યૂવાળા લોકોને મેન્ટલી રિટાર્ડેડકહેવાય છે. આ મેન્ટલી રિટાર્ડેડ’ (મંદબુદ્ધિ ધરાવતાં) બાળકો પણ માઈન્ડ, મોડરેટ, સિવીયર અથવા પ્રોફાઉન્ડ (હળવી, સાધારણ, તીવ્ર તથા અતિતીવ્ર) મંદબુદ્ધિનાં હોઈ શકે છે.
આઈક્યૂનો ખરો અર્થ છે કે શારીરિક ઉંમરના પ્રમાણમાં માનસિક ઉંમર વિકસી છે ખરી? અને એટલે જ આઈક્યૂ ટેસ્ટથી પહેલાં વ્યક્તિની માનસિક ઉંમર મેન્ટલ એજશોધાય છે. મંદબુદ્ધિનાં બાળકોનો આઈક્યૂ ઓછો હોય છે. એનો અર્થ એવો કે એ બાળકોની શારીરિકઉંમરના પ્રમાણમાં માનસિકઉંમર ઓછી છે.
માનસિક ઉંમર શોધવાની ટેસ્ટ એ સમાજના નોર્મ્સઉપર આધારિત હોવાથી વધારે આઈક્યૂ ધરાવતા જિનિયસ જમાનાથી આગળછે. પણ આ આઈક્યૂ શોધવાની લમણાઝીંક એ કેવળ એટલું જાણવા  નથી હોતી કે તમે કેવા છો? કેટલે છો? અને ક્યાં છો? અસલના જમાનામાં એવું મનાતું કે માણસની બુદ્ધિશક્તિ તેના જીવનકાળ દરમિયાન સ્થિર અને અવિચળ રહે છે, પણ હવે એવું સ્વીકારાયું છે કે આઈક્યૂમાં સમય જતાં થોડી ઘણી વધઘટ થઈ શકે છે અને એને આધારે શૈક્ષણિક સુધારાઓ સૂચવી શકાય છે.

No comments:

Post a Comment