Thursday, 18 August 2011

મસ્ક્યુલર પેઈન દુર કરવાનો અનોખો ઈલાજ!


 
વૈજ્ઞાનિકોએ એક એવી રોબોટીક ગેમિંગ સિસ્ટમ તૈયાર કર્યું છે, જે ન્યુરો-મસ્કયુલરથી પીડાતા દર્દીઓને રોગમાં સહાયક બનશે. આના સંબંધીત લોકો પોટેંલ રોબોટિક ડિવાઈઝ અને સોફ્ટવેર પ્લેટફોર્મથી મદદથી હાથની હલનચલન કરી શકશે. સોફ્ટવેર પ્લેટફોર્મ વિડીયો ગેમથી સજ્જ કરવામાં આવ્યું છે.

આ ટેક્નોલોજીનો ઓનલાઈન પણ ઉપયોગ કરવાની ફીરાકમાં છે. આનાથી ડોક્ટર અને દર્દી વચ્ચેનાં સંબંધમાં સુધાર અને ગેમિંગના પરિણામ પર નજર રાખી શકાશે.સ્પેનનાં એક હોસ્પિટલ આર્મ આસ્સિસ્ટ પ્રોજેક્ટ પર પરિક્ષણ પણ ચાલી રહ્યું છે.

ડિવાઈઝ અને વિડીઓ ગેમ:-આર્મ અસિસ્ટ વાસ્તવમાં મોબાઈલ વેસ્ટ ડિવાઈઝ છે. આ ડિવાઈઝ કોણી અને હાથની મૂવમેન્ટને રેકોર્ડ કરશે. આ ટેક્નોલોજીમાં મોબાઈલ બેઝ કોમ્પુટર જોડાયેલા રહેશે. હવે દર્દી જે વિડીઓ ગેમ રમતા હાથની જે મૂવમેન્ટ કરશે તેમાં આર્મ અસિસ્ટ તેની મદદ કરશે.

આ ડિવાઈઝને શરીરનાં બહારી ખામીયોનો ઈલાજ કરવામાં મદદરૂપ થશે. આ વિડીયોગેમને એ રીતે તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં દર્દીનું મોશન, કોર્સ, ડસ્ટિસ અને એકયુરેસીને વધારવામાં મદદરૂપ થશે.

ક્યાંથી પણ થઈ શકશે ઈલાજ:-ટેલી રિહેબિલિટેશન સોફ્ટવેર હોવાથી દર્દી અને ડોક્ટર વચ્ચે ગમે ત્યાંથી સંબંધ સ્થાપિત કરી શકાશે. ઓનલાઈન સલાહ અને ગેમિંગથી દર્દી ઘરે પણ આનો લાભ ઉઠાવી શકશે. કોમ્પયુટર પ્રોગ્રામ હોવાથી દુર બેઠેલા ડોક્ટર દર્દી પોતાની પ્રક્રિયા બરાબર કરે છે કે નહી તે જાણી શકશે.

No comments:

Post a Comment