Thursday, 18 August 2011

માણસની નાભિમાં જીવાણુઓની 1400 પ્રજાતિઓ?


 
-આ વાત ચોંકાવનારી તો છે જ, સાથોસાથ વૈજ્ઞાનિકોના મતે સાચી પણ છે

વૈજ્ઞાનિકોનું માનવું છે કે માણસની નાભિમાં જીવાણુઓની 1400 કરતા વધારે પ્રજાતિઓ વાસ કરે છે. ઉત્તરીય કેરોલિના સ્ટેટ યુનિવર્સિટી તરફથી કરાવવામાં આવેલા એક અભ્યાસમાં આ વાત સામે આવી છે. પહેલા ગાળાના અભ્યાસમાં એ તથ્ય સામે આવ્યુ હતું કે નાભિમાં જીવાણુઓની 1400 કરતા વધારે પ્રજાતિઓ હોય છે.

અખબાર ધ વોશિંગ્ટન પોસ્ટ પ્રમાણે એક સાથે કેટલાંય મામલાઓની તપાસ બાદ આ તથ્ય સામે આવ્યુ હતું. તેમાં 95 સ્વયંસેવકોને કહેવામાં આવ્યુ હતું કે તેઓ સૂક્ષ્મજીવ વૈજ્ઞાનિકોને પોતાની નાભિમાંથી નમૂના લેવા દેશે.

આ સંશોધન સાથે જોડાયેલા જિરી હલ્ક્રે જણાવ્યું છે કે અભ્યાસના પરિણામો અત્યાર સુધી કરવામાં આવેલી વિજ્ઞાનની વિવિધતા વિશે આપણી અનભિજ્ઞતાને દર્શાવે છે.

No comments:

Post a Comment