Saturday, 6 August 2011

ડાયાબિટીઝના દર્દીઓ માટે જાણવા જેવી વાતો


ડાયાબિટીઝના દર્દીઓ આટલી વાતોનું ધ્યાન જરૂરથી રાખવું જોઈએ

-ડાયાબિટીઝની બીમારી થયાની જાણ થતાં ખાંડ, ગોળ, બુરુ ખાંડ, મિઠાઈ ધીરે ધીરે બંધ કરી દેવી જોઈએ
-કોઈપણ પ્રકારના ઉપવાસ કરવાના છોડી દેવા જોઈએ. જમવાનું ધ્યાન યોગ્ય રાખવો જોઈએ એક ટાઈમ ફિક્સ કરી લેવો જોઈએ.
-બટાકા અને ભાત તમે લઈ શકો છો પણ તેનું પ્રામણ વધારે ન હોવું જોઈએ.
-જમવામાં સલાડનું પ્રમાણ સૌથી વધારે રાખો જેમકે કાકડી, ખીરા, ડુંગળી, કોબીચ, ટામેટા, મુળા જમતાં વધારેમાં વધારે સલાડ ખાવો
-મીઠા ફળો જેવા કે કેરી, ખજૂર,કેળી ચીકુ સીવાય અન્ય કોઈપણ ફળ દિવસનું એક ખાવાનું રાખો
-જે દિવસે ડોક્ટર પાસે બ્લડ શુગર ટેસ્ટ માટે જવાનું હોય તે દિવસની દવા અને ભોજન દરરોજ કરતાં થોડી વહેલી લઈ લો શુગરનો ટેસ્ટ સવારના જમવા પહેલા કરાવી લેવો જોઈએ
-જો કોઈ દિવસે દવા લેવાની રહીં જાય કે પછી જમવામાં કોઈ ચુક થઈ જાય તો એક વખત ડૉક્ટરને કન્સલ્ટ કરી લેવા
-તમારા પર્સમાં કોઈ ચોકલેટ કે પછી ગળ્યો પદાર્થ જરૂરથી રાખો, ક્યારેક શુગર લો થઈ જાય તેવી પરિસ્થિતિમાં કામ લાગશે.
-જો શુગર કંટ્રોલમાં નહી હોય તો આપને આંધળાપણું, દિલની બીમારી, કિડનીની બીમારી જેવા મોટા રોગ થઈ શકે છે.

No comments:

Post a Comment