Saturday, 6 August 2011

વૃદ્ધત્વ ગાયબ કરી જવાન બનાવી દેશે આ ઉપાય!


 
-બિટનો રસ વૃદ્ધત્વ દુર કરવાનો અક્સિર ઈલાજ


ભગવાને નેચરલ વસ્તુઓ પર નજર કરીએ તો તેમાં એટલાં ગુણો છે કે જે તમારી વધતી ઉંમરને જાણે અટકાવી દે છે. જમીનની અંદર પેદા થતા બીટ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી કંદમૂળ છે. બીટના ગુણો ઉપર હાલમાં જ કરવામાં આવેલ રિસર્ચના પરિણામો જાણી તમે પણ ચૌકી જશો.

રિસર્ચના પરિણામ પરથી બીટનો રસ વૃદ્ધોને ઉર્જાવાન બનાવી શકે છે. એક નવા રિસર્ચ પ્રમાણે આ રસ વડીલ લોકોમાં ફરીથી જુવાની જેવો જોશ પેદા કરે છે.

રિસર્ચ પ્રમાણે વૃદ્ધોએ બીટનો રસ પીધા પછી હળવી કસરત કરવા માટે ઓછી ઊર્જાની જરૂર પડે છે. બીટનો રસ પીવાથી તેમાં 12 ટકા સુધીનો ઘટાડો આવે છે.

જર્નલ ઓફ એપ્લાઇડ ફિજીયોલોજીમાં બ્રીટનમાં એક્ઝીટક યુનિવર્સિટીનાં સંશોધકોના જણાવ્યા પ્રમાણે બીટનો રસ પીધા પછી વૃ્દ્ધ વ્યક્તિએ એવા કામ કરી શકે છે જેની માટે તેઓ કદાચ પ્રયત્ન જ કરતા ન હતા.

ડેલી મેલ પ્રમાણે બીટનો રસ રક્તવાહીનીઓમાં ફેલાઈ જાય છે અને તેનાથી શારીરિક સક્રિયતા દરમિયાન માંસપેશીઓને ઓક્સિજનની જરૂરિયાત ઓછી થઈ જાય છે.

લોકોની ઉંમર વધારવા કે તેમના હૃદય તંત્રને પ્રભાવિત કરનારી સ્થિતિઓ નિર્મિત થાય ત્યારે તેમનામાં કસરત દરમિયાન અંદર લેવામાં આવતા ઓક્સિજનની માત્રા ઓછી થઈ જાય છે જે બિટનો જ્યુસ પરિસ્થિતિમાં લાવે છે એટલું જ નહીં તે ઉંમરે પણ સેક્સ લાઈફ રિચાર્જ કરવામાં અક્સિર છે બિટનો રસ.

No comments:

Post a Comment