Saturday, 6 August 2011

25 ની ઉંમરમાં સફેદ વાળ !! આ સરળ ટિપ્સથી તેને અટકાવો


આજે બદલાતી જીવનશૈલીને કારણે શરીરની સાથે વાળની સમસ્યા પણ દિવસે ને દિવસે વધતી જાય છે.વાળનું ખરવું અને સમયથી પહેલા તેનું સફેદ થવું એ આજે એક મહામારીનું રૂપ લઇ લીધું છે.તમામ પ્રયાસો અને દવાઓ બાદ પણ વાળનું ખરવાનું અને સફેદ થવાનુ જો અટકે નહી તો તેની પાછળ માત્ર શારીરિક કારણો નહીં પણ માનસિક મુશ્કેલીઓ જેમ કે તણાવ વગેરેની પણ મુખ્ય ભુમિકા હોય છે.

માત્ર દવાઓ જ વાળની સમસ્યા દુર થઇ જતી હોત તો આજે ધનવાન વર્ગનાં લોકોને પણ તેમાંથી છુટકારો મળ્યો હોત,પરંતુ એવું નથી.અસલમાં વાળની સમસ્યાના પાછળ ઘણાં કારણ હોય છે,આમ જોઇએ તો સમસ્યાના મુળને પકડ્યા વગર સમસ્યા ઉકેલ લાવી શકાય નહિ.પરંતુ આપણાં આયુર્વેદનાં અહીં કેટલાક અનુભવી અને 100 ટકા અસરકારક ઉપાયો આપ્યા છે જે દરેક સ્થિતિમાં વાળની સમસ્યામાંથી છુટકારો આપી શકે છે.

આવો જાણીએ આ ઉપાયો કયા છે

- કોઇ જાણકાર વ્યક્તિ પાસેથી માર્ગદર્શન હેઠળ અને પોતાની ક્ષમતાનુસાર નિયમિત રૂપથી શીર્ષાસનનો અભ્યાસ કરો.

- રાતના સુવાના સમયે નિયમિત રૂપથી ત્રિફળા ચુર્ણનું સેવન કરો.

- ભોજનમાં સલાડ અને ફળોનું સેવન અવશ્ય કરો.

- દરરોજ 3થી 4 કિમી સુધી મોર્નિંગ વૉક પર અવશ્ય જાઓ.

- વધારે થી વધારે પાણી પીવો,ચા કૉફી જેવી ચીજોથી યથાસંભવ દુર રહો.

- તણાવને પોતાના પર હાવી ના થવા દો,ધ્યાન વગેરનો પોતાની દિનચર્યામાં સમાવેશ કરો.

No comments:

Post a Comment