Monday, 15 August 2011

શાસ્ત્રો અનુસાર આ પાંચ દેવતાઓનું પૂજન કેમ જરૂરી છે

 
આપણાં ધર્મશાસ્ત્રોમાં પંચદેવનાં નિત્ય પૂજનનું વિધાન બતાવવમાં આવ્યું છે, પરંતુ ભાગદોડમાં ભરેલાં જીવનમાં હવે આ સંભવ રહ્યું નથી. ઘણાં ઓછાં લોકો આ વાત જાણે છે કે આ પાંચ દેવતા કોણ છે. આ વાત આપણે સર્વ જાણીએ છીએ કે આપણું શરીર પંચતત્વોથી નિર્મિત છે તથા પાંચ તત્વોનાં પણ એક-એક દેવતા છે. જેમનાં નામ નીચે પ્રમાણે છે.

શ્રી ગણેશ – જળ તત્વ,

 શ્રી વિષ્ણુ-વાયુ તત્વ,

 શ્રી શંકર – પૃથ્વી તત્વ,

 શ્રી દેવી - અગ્નિ તત્વ,

શ્રી સૂર્ય - આકાશ તત્વ

જીવન માટે સર્વપ્રથમ જળની આવશ્યકતા હોય છે.

આ માટે પ્રથમ પૂજ્ય ગણેશ જળનાં અધિષ્ઠાત્ર દેવતા છે. વાયુ સાક્ષાત વિષ્ણુ દેવતાથી સંબંધિત તત્વ છે. શંકર પૃથ્વી તત્વ, દેવી અગ્નિ તત્વ તથા સૂર્ય આકાશ તત્વનાં દેવ છે. આ પ્રકારે આ પાંચોનું પૂજન કરવાથી આપણે પોતાનું જ પૂજન કરીએ છીએ.

No comments:

Post a Comment