ઓઈલી સ્કિનની ખાસિયત એ છે તેના પર કરચલીઓ જલ્દી નથી પડતી અને ચહેરાની ચમક હંમેશા જળવાઈ રહે છે. પણ ઓઈલી ત્વચાની જો યોગ્ય સંભાળ ન રાખવામાં આવે તો ખુલ્લા છિદ્રો, ખીલની સમસ્યા શરૂ થતા વાર નથી લાગતી. આવી ત્વચા પર કોઈ મેકઅપ પણ જલ્દીથી સૂટ નથી થતો. આ કારણે જ અમે આપના માટે લાવ્યા છે વિશેષજ્ઞોની ટિપ્સ કે આ સિઝનમાં તમારી ઓઈલી ત્વચા પર કેવો મેકઅપ કરી શકો.
કુદરતી સુંદરતા:- ત્વચાને કુદરતી રીતે સુંદર બનાવવા માંગતા હોવ તો દરરોજ 8-10 લીટર તરલ પદાર્થ લો. આમ કરવાથી ત્વચામાં નમી જળવાઈ રહેશે અને ત્વચા ચિપચિપી નહીં લાગે.
- ત્વચા પર પીએચ સ્તર જાળવી રાખવા માટે ચહેરા પર કાકડીનો રસ લગાડો અને બની શકે તો નિયમિત રૂપે કાકડીનો રસ પીઓ પણ. આ સિવાય ટમેટાનો પલ્પ લઈને તેનાથી ચહેરા પર માલિશ કરી શકો છો.
- હંમેશા એવુ ફાઉન્ડેશન પસંદ કરો જેમાં ટિટૈનિયમ ડાઈઓક્સાઈડ હોય. આ કુદરતી રીતે તડકાથી સુરક્ષા આપે છે. તૈલીય ત્વચા પર પાવડર વાળી આઈશેડો અને મેટ ફિનિશ લિપસ્ટિક લગાડો.
- દિવસમાં બે વાર ક્લિંઝિન્ગ મિલ્કથી ચહેરો સાફ કરો.
ફાઉન્ડેશન:
- પોતાની ત્વચાના રંગ કરતા થોડા હળવા રંગનુ ફાઉન્ડેશન પસંદ કરો. આનાથી તમને નેચરલ લુક મળશે. ફાઉન્ડેશન સ્ટિક તેલ ઓછુ કરશે અને ઘણા કલાકો સુધી તમે ફ્રેશ દેખાશો.
- ઓઈલી ત્વચા માટે લિક્વિડ ફાઉન્ડેશન કરતા પાવડર ફાઉન્ડેશન વધુ અસરકારક છે. આ ત્વચા પરની વધારાની ચીકાશને શોષી લે છે અને ત્વચાના સ્વચ્છ રાખે છે.
- ઓઈલી ત્વચા પર પોતાની આંગળીથી ફાઉન્ડેશન ન લગાડો. મેકઅપ સ્પોન્ઝનો ઉપયોગ કરી શકો. સાથે સાથે વધારાનુ તેલ પર સ્પોન્ઝ દ્વારા લૂછાઈ જશે અને ચહેરાને મેટ ફિનિશ લુક મળશે.
No comments:
Post a Comment