Tuesday, 16 August 2011

વધુ પડતું ટીવી જોવાથી ડાયાબિટીસનો ખતરો વધે છે




ઘરમાં બેઠાં બેઠાં ઘણા લાંબા સમય સુધી ટીવી જોવાથી ટાઈપ-ટુ પ્રકારના ડાયાબિટીસના ભોગ બનવાનું જોખમ વધતું હોવાનું તાજેતરમાં હાર્વર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના નવા અભ્યાસ પરથી જાણવા મળ્યું છે. કોઈપણ વ્યક્તિને સમય પસાર કરવા કે અન્ય રીતે ટીવી જોવાનું વ્યસન વધે તો તેના કારણે ડાયાબિટીસ ઉપરાંત હાર્ટના રોગો થવાનું અને અકાળે મૃત્યુ થવાનું જોખમ વધે છે તેવું હાર્વર્ડ ખાતે ન્યુટ્રિશિયન અને એપીડેમીઓલોજીના પ્રોફેસર ફ્રાન્ક હુએ જણાવ્યું હતું.
દરરોજ બે કલાક કે તેથી વધુ સમય સુધી ટીવી જોવામાં આવે તો તેનાથી ટાઈપ-ટુ પ્રકારનો ડાયાબિટીસ તેમજ હાર્ટના રોગો થઈ શકે છે. જ્યારે રોજ ત્રણ કલાકથી વધારે ટીવી જોવામાં આવે તો અકાળે મૃત્યુનું જોખમ વધે છે.
  • હાર્ટના રોગો તેમજ અકાળે મૃત્યુનું જોખમ રહે છે
આમ ડાયાબિટીસથી બચવા માટે લોકોએ રોજિંદા કામ વધારે કરવા જોઈએ અને બિનજરૂરી ટીવી જોવાનું ટાળવું જોઈએ તેમ હુએ કહ્યું હતું. હુ તેમજ તેમના સાથી એન્ડર્સ ગ્રોન્ટવેડ દ્વારા ૧૯૭૦થી ૨૦૧૧ સુધીમાં પ્રસિદ્ધ થયેલા તમામ લેખોનો તલસ્પર્શી અભ્યાસ કરાયો હતો. જેના પરથી એવું તારણ મળ્યું હતું કે વધારે ટીવી જોવાને કારણે ટાઈપ-ટુ ડાયાબિટીસનું જોખમ વધે છે.
અમેરિકા, યુરોપ તેમજ ઓસ્ટ્રેલિયા સહિત આઠ દેશોમાં આ અંગે પ્રકાશિત થયેલા લેખોનો પણ અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેનાં તારણો પણ હુના અભ્યાસને સમર્થન આપતાં હતાં.

No comments:

Post a Comment