Thursday, 18 August 2011

લ્હો! હવે તો કૃત્રિમ 'શ્વાસનળી' પણ ઉપલ્બ્ધ


-સ્વીડનમાં એક સર્જને વિશ્વનું પહેલું 'સિંથેટિક ઓરગન ટ્રાન્સપ્લાંટ'નું સફળ ઓપરેશન

લંડનમાં વૈજ્ઞાનિકોએ કૃત્રિમ શ્વાસ નળી બનાવી છે જેના પર દર્દીઓના સ્ટેમ સેલનો લેપ ચઢાવવામાં આવ્યો છે 36 વર્ષિય કેન્સરના એક દર્દીનું સફળ ઓપ્રેશન કરવામાં આવ્યું છે અને હવે તેની હાલત સુધારા પર છે.

આ આખા ઓપરેશનની સૌથી મોટી વાત એ છે કે સિંથેટિક ઓરગન ટ્રાન્સપ્લાંટમાં કોઈ 'ડોનર'ની જરૂર નથી. અને એ વાતનો પણ કોઈ જ ખતરો નથી રહેતો. શરિર સહેલાઈથી આ નવા અંગને સ્વીકારી લે છે.

સર્જનનો દાવો છે કે સિંથેટિક શ્વાસ નળી તૈયાર થવામાં બહું ઝાઝો સમય લાગતો નથી. આ આખુ ઓપરેશન ઈટાલીના પ્રોફેસર પાઓલો મૈકિયારિની દેખરેખ હેઠળ થયું હતું.

અત્યાર સુધીમાં પાઓલોએ દસ ટ્રાન્સપ્લાંટના ઓપરેશન કર્યાં છે પણ આ દરેક ઓપરેશનમાં કોઈને કોઈ ડોનરની જરૂર પડતી હતી. આ પહેલું ઓપરેશન હતું જેમાં સિન્થેટીક શ્વાસ નળીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

No comments:

Post a Comment