-આ પહેલાના રિસર્ચમાં હતું કે મોબાઇલ ફોન મગજના કેન્સરની શક્યતાને પાંચ ગણી વધારે છે
મોબાઇલ વપરાશધારકો માટે ખુશખબર છે, આજે એક નવા અભ્યાસનો એવો અહેવાલ આવ્યો છે કે, મોબાઇલ ફોન અને બ્રેઇન ટ્યૂમર વચ્ચે કોઇ સંબંધ નથી, તેવું લંડનની કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનું તારણ છે.
તાજેતરમાં જ સ્વીડનના વિજ્ઞાનીઓને મળેલા તાજા પુરાવાઓના વિશ્લેષણના આધારે જણાવ્યું હતું કે, નાની ઉંમરથી જ મોબાઇલ ફોનનો ઉપયોગ કરવા કિશોરો એકાદ દાયકા સુધી પણ તેનો ઉપયોગ ચાલુ રાખે તો મગજના કેન્સરની શક્યતા પાંચ ગણી વધી જાય છે.
ઓન્કોલોજી અંગેના આંતરરાષ્ટ્રીય સામિયકમાં પ્રકાશિત અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે, તાજેતરમાં ગ્લિઓમા નામે બ્રેઇન ટ્યુમરના કેસોનું પ્રમાણ વધ્યું છે અને છેલ્લાં દશ વર્ષથી મોબાઇલનો ઉપયોગ કરી રહેલા લોકોમાં આ કેસોનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે.
જ્યારે આજે ઇંવારોન્મેંટલ હેલ્થ પર્સપેક્ટીવસમાં પ્રોફેસર સ્વેર્ડ્લો અને એમના સાથીદારોએ એક રિસર્ચ પબ્લિસ્ડ રિવ્યૂમાં જણાવ્યું હતું.
ઇંસ્ટિટ્યૂટ ઓફ કેંસર રિસર્ચ(ICR)ના સ્વેર્ડ્લો ઇંટરનેશનલ કમિશનના ચેરમેન પણ છે જેમણે આજે નોન-આયોનાઇઝિંગ રેડિએશન પ્રોટેક્શન (ICNIRP) કમિટિ દ્રારા થયેલા રિવ્યૂને અહીં રજૂ કર્યો હતો.
જ્યારે વિશ્વ આરોગ્ય સંસ્થાન સંલગ્ન કેન્સર સંશોધન એજન્સીએ તાજેતરમાં જણાવ્યું હતું કે, હેન્ડસેટનું વિકીરણ નુકસાનકારક છે. પરંતુ એજન્સી કેન્સર સાથે મોબાઇલ ઉપયોગને સીધો સંબંધ છે એમ કહેવામાં ઊણી ઊતરી હતી. હવે ડેઇલી ટેલિગ્રાફે સંશોધન અહેવાલની વિગતો આપતાં બાળકોને મોબાઇલ ઉપયોગના ભયસ્થાનોથી જાગૃત કરવા પર ભાર મૂક્યો છે.
ઓર્બેરો એન્ડ ઉમિયા યુનિવર્સિટીના સંશોધકો 1997થી 2003 સુધીમાં મગજના કેન્સરથી પીડાઇ રહેલા 1200 જેટલા લોકોનો અભ્યાસ કરીને આ તારણ પર પહોંચ્યાં છે. આ દર્દીઓ પૈકી 905 લોકો હજીપણ જીવી રહ્યા છે. સંશોધકોએ જે દર્દી ગુજરી ચૂક્યા છે તેમના દ્વારા થતા રહેલા ટેલિફોન ઉપયોગની વિગતો તેમના કુટુંબીજનો પાસેથી મેળવી હતી. સંશોધનના અંતે તેઓ એ તારણ પર પહોંચ્યા હતા કે મોબાઇલ અને કોડલેસ ફોન એમ બંને બ્રેઇન ટ્યુમરનું જોખમ વધારનારા છે.
જેનાથી તદ્દન ઉલટું પરિણામ સ્વેર્ડ્લોના અભ્યાસ પરથી આવ્યું છે કે મોબાઇલ ફોનના ઉપયોગને અને બ્રેઇન કેંસરને કોઇ સંબંધ નથી. આપ અહીં નીચે આપેલા રિસર્ચ સ્ટડીનો વિસ્તૃત અહેવાલ વાંચી શકો છો:
No comments:
Post a Comment