Tuesday, 16 August 2011

હાર્ટને સ્વસ્થ રાખવામાં સફરજન ઉપયોગી




જુદાં જુદાં પ્રકારનાં પોષક તત્ત્વો ધરાવતાં ફળ આરોગ્ય માટે ખૂબ જ ઉપયોગી પૂરવાર થાય છે. ઓસ્ટ્રેલિયામાં તાજેતરમાં કરવામાં આવેલા નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સફરજન હાર્ટ સાથે સંબંધિત તકલીફોને દૂર કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. હાર્ટની કામગીરીને જાળવી રાખવામાં તે ઉપયોગી છે. કાર્ડિયો હેલ્થ સાથે સફરજનને સીધા સંબંધો રહેલા છે.
યુનિર્વિસટી ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં ર્ફા્માકોલોજીમાં તબીબી વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે સફરજનમાં ઘણાં પોષક તત્ત્વો રહેલાં છે. નાઇટ્રિક ઓક્સાઇડ (એનઓ)પર  સફરજનની અસરનો અભ્યાસ કરાયો હતો. સફરજનમાં રહેલાં  તમામ પ્રકારનાં પોષક તત્ત્વો હાર્ટના રોગો દૂર રાખવા માટે ઉપયોગી સાબિત થાય છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઇન્ડોથેલિયમને નાઇટ્રિક  ઓક્સાઇડ ઉત્પન્ન કરવામાં તથા રક્તવાહિનીઓ સાથે સંબંધ રહેલા છે.
  • ફ્લેવોનોઇડથી ભરપૂર સફરજન નાઇટ્રિક ઓક્સાઇડનાં સ્તરને સુધારે છે
વિટામીન પી અને સિરટ્રિન તરીકે જાણીતા ફ્લેવોનોઇડ સફરજનની છાલમાં પણ રહેલાં છે. નાઇટ્રિક ઓક્સાઇડ શરીરનાં સ્નાયુઓને આરામદાયક સ્થિતિમાં રાખવામાં તથા તેમને મજબૂત બનાવવામાં ભૂમિકા ભજવે છે. આરામના પરિણામ સ્વરૃપે રક્તવાહિનીઓને કારણે લોહીના પ્રવાહમાં સ્થિરતા જળવાય છે. શ્રેણીબદ્ધ ટેસ્ટ કરી ચૂકેલા આરોગ્ય સાથે સંકળાયેલા નિષ્ણાતોને આવરી લઈને અભ્યાસની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી.
અભ્યાસના ભાગરૃપે દિવસે નાસ્તામાં સફરજન અને લંચમાં પણ સફરજનની સાથે નાળિયેર આપવાની વાત થઈ હતી. પરિણામ દર્શાવે છે કે ફ્લવોનોઇડથી ભરપૂર સફરજન નાઇટ્રિક ઓક્સાઇડમાં સુધારો કરે છે ને સાથે સાથે ઇન્ડોથેલિયમની કામગીરીમાં સુધારો કરે છે, આમ હ્ય્દયના  રોગોને દૂર રાખવામાં સફરજન ઉપયોગી છે.

No comments:

Post a Comment