Tuesday, 16 August 2011

મહિલાઓ જીવનમાં મેકઅપ પાછળ 86 લાખ ખર્ચી નાંખે છે !




શું તમે જાણો છો કે એક મહિલા પોતાના જીવનમાં મેકઅપ પર કેટલો ખર્ચ કરે છે? અંદાજે 86 લાખ રૂપિયાથી પણ વધુ! વેલ, બ્રિટનમાં થયેલો એક સર્વે કંઇક આવું તારણ આપે છે.

આ સર્વે અનુસાર એક વયસ્ક મહિલા મેકઅપ પર દર વર્ષે 2,000 પાઉન્ડ અને દર અઠવાડિયે સરેરાશ 40 પાઉન્ડ ખર્ચે છે. 57 ટકા મહિલાઓનું કહેવું છે કે તેઓ પોતાના પાર્ટનર સાથે મેકઅપ કર્યા વગર ક્યાંય જવાનો ઇન્કાર કરી દે છે.

ડેલી મેલના ન્યૂઝ પ્રમાણે સર્વેમાં 2200 મહિલાઓને સામેલ કરવામાં આવી હતી. બે તૃતિયાંશ મહિલાઓએ જણાવ્યું કે તેમના મેકઅપ કલેક્શનને રિપ્લેસ કરવામાં 550 પાઉન્ડનો ખર્ચ આવે છે, જ્યારે 10માંથી એક મહિલાએ કહ્યું કે આ ખર્ચ 700 પાઉન્ડ સુધી હોઈ શકે છે.

સર્વેમાં જાણી શકાયું કે બ્રિટનની સરેરાશ એક મહિલાના મેકઅપ કલેક્શનમાં 54 સુધીની આઇટમ હોય છે, જેમાં 12થી વધુ દેશોની પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે. આ તમામની કીમત 512 પાઉન્ડ થાય છે.

No comments:

Post a Comment