આપણાં દેશમાં ઋતુ પ્રમાણે અમુક રોગનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. વર્ષાઋતુના આવા રોગમાં ‘ઇયોસિનોફિલિયા’ની ગણતરી થાય છે. આમાં વર્ષાઋતુની ભેજવાળી આબોહવા મહત્ત્વનો ભાગ ભજવે છે. આધુનિકો લોહીમાં રહેલા શ્વેતકણોની ગણતરી દ્વારા કહી શકે છે કે ઇયોસિનોફિલનું પ્રમાણ વધ્યું છે.
સામાન્ય રીતે મનુષ્યના રક્તમાં ઇયોસિનોફિલનું પ્રમાણ ૪ % જેટલું અને ભેજવાળા પ્રદેશોમાં ૬% જેટલું હોય છે. મનુષ્યના શરીરમાં આ ઇયોસિનોફિલનું પ્રમાણ ૮-૧૦ % થાય ત્યાં સુધી ખાસ કોઈ તકલીફ થતી નથી, પરંતુ જેમ જેમ તેનું પ્રમાણ વધતું જાય તેમ તેમ શ્વાસ લેવાની પ્રક્રિયામાં અવરોધ ઉત્પન્ન થાય છે.
હજુ સુધી આ ઇયોસિનોફિલના કાર્યનું જ્ઞાન અધૂરું છે. કેટલાંક વિદ્વાનોનો મત એવો છે કે આ કણો શરીરમાં બાહ્ય પ્રોટીન દ્વારા ઉત્પન્ન થનારી અસહિષ્ણુતા (એલર્જી)નો વિરોધ કરે છે. એટલા માટે વિવિધ પ્રકારની એલર્જીજન્ય વિકૃતિઓમાં ઇયોસિનોફિલનું પ્રમાણ આવશ્યક્તાથી વધી જાય છે. આ રોગનાં અનેક કારણો ગણાવાય છે. આમાં પેટના કીડાને અને ખરજવા જેવી ત્વચાની વિકૃતિઓને અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.હાઈડેટિક સિસ્ટજ, હુક વર્મ, રાઉન્ડ વર્મ વગેરેથી પણ ઇયોસિનોફિલનું પ્રમાણ વધી જાય છે.
ભારત જેવા ઉષ્ણકટિબંધીય દેશોમાં અને તેમાં પણ ખાસ સમુદ્ર કિનારાના અને જંગલોવાળા પ્રદેશોમાં ઇયોસિનોફિલિયાના દર્દીઓ વધારે જોવા મળે છે. આવા દર્દીઓમાં ખાસ કરીને શ્વાસ અને ખાંસીની તકલીફ થાય છે. ખાંસી, શ્વાસ લેવામાં મુશ્કેલી, છાતીમાં દબાણ, ત્વચાના રોગ ઉત્પન્ન થવા વગેરે મહત્ત્વપૂર્ણ લક્ષણો છે. આધુનિકોના આ એર્લિજક રોગનો આયુર્વેદિક રીતે સફળ ઉપચાર થઈ શકે છે. આયુર્વેદીય મતે આને કફ અને વાયુનો વિકાર ગણાવી શકાય. એટલે આયુર્વેદીય ઉપચાર ગોઠવતી વખતે કફ અને વાયુને દૃષ્ટિ સમક્ષ રાખવા જોઈએ.
ઉપચાર : વાયુના મૂળગામી ઉપચારમાં એરંડ તેલ, એટલે કે દિવેલને ઉત્તમ ગણાવાય છે. એકાંતરે દિવસે ચાર ચમચી દિવેલ રાત્રે સૂતી વખતે સહેજ સુખોષ્ણ જળ સાથે પી જવું. દિવેલ વાયુનો નાશ કરે છે. તે કફનાશક પણ ગણાવાય છે. દિવેલના આઠ- દસ દિવસના ઉપયોગથી ઉત્તમ પરિણામ મળે છે. આવા દર્દીઓમાં મહદ્અંશે વિબંધ પણ જોવા મળે છે. વિબંધ એટલે કે કબજિયાત માટે એરંડિયું ઉત્તમ છે જ.
ઔષધો : મારા અનુભવે જે ઔષધોથી ઉત્તમ પરિણામ મેળવી શકાય છે તેનું અહીં નિરૂપણ કરું છું. (૧) શ્વાસ કુઠારરસ એક રતી, શ્વાસકાસ ચિંતામણી એક રતી, ચોસઠ પ્રહરી પીપર એક ગ્રામ, તાલીસાદિ ચૂર્ણ એક ગ્રામ આ બધાનું એક પડીકું, વાસકાસવ અડધા કપ સાથે સવારે, બપોરે અને રાત્રે પીવું. (૨) ત્રિકટું ચૂર્ણ બે ગ્રામ એક ચમચી મધ સાથે સવારે, બપોરે અને રાત્રે લેવું.
આહાર : આગળ હું જણાવી ગયો કે આ રોગ કફ અને વાયુની વૃદ્ધિથી થાય છે. એટલે કફવાતવર્ધક તમામ આહાર-વિહાર જેવા વરસાદમાં પલળવું, ઠંડી હવામાં સૂવું તથા પચવામાં ભારે એવા ગળ્યા, ઠંડા, લુખ્ખા ચીકણા તથા બજારુ વાયડાં આહારદ્રવ્યો બંધ કરવાં જોઈએ. ઉજાગરો આ રોગને વધારે છે. એટલે ઉજાગરો કરવો નહીં. પર્યાપ્ત ઊંઘ લેવી તથા ઉકાળેલું પાણી પીવું.

No comments:
Post a Comment