એક્ઝિમા, ખીલ, ફોડા-ફોલ્લી, ખસ-ખંજવાળ વગેરે ત્વચા સંબંધી રોગ છે. તેના થવાનું મુખ્ય કારણ રક્તનું (લોહીમાં) દૂષિત થવું છે. જોકે આ સિવાય પણ ખાન-પાન અને પેટ સંબંધી રોગ જેવાં બીજાં કેટલાંય કારણો હોય છે. આ રોગોમાં યોગ્ય સાર-સંભાળ ન લેવામાં આવે તે વકરી શકે છે. વર્ષાઋતુમાં આ રોગનો ઉપદ્રવ વધી જાય છે. વર્ષાઋતુમાં થતાં ત્વચાના રોગ અને તેના ઉપાયો જાણીએ
શીત-પિત્ત (પિત્તી ઉછળવી)
પિત્ત વધી જવાથી અથવા તો શરીરમાં ગરમીનું પ્રમાણ વધી જવાને કારણે શીત-પિત્ત થાય છે. એ સિવાય પાચનક્રિયાની ગરબડી, વધારે પડતી ઠંડી લાગવાથી અથવા શરીરમાં પિત્ત ન નીકળવાથી, અજીર્ણ, મંદાગ્નિ, કબજિયાત વગેરેને લીધે શરીર પર પિત્તના ચકામાં થાય છે. આ ઉપરાંત ઘડપણને કારણે, મધમાખી કરડે, માંકણ કે કોઈ ઝેરી જીવડું કરડે તો પણ શીત-પિત્ત થાય છે.
લક્ષણ
* આખા શરીર પર લાલ લાલ ચકામાં ઉપસી આવે છે અને તેમાં તીવ્ર ખંજવાળ, બળતરા અને દુખાવો થાય છે.
* એક જગ્યાએ ચકામાં મટી જાય છે અને તો બીજી જગ્યાએ થઈ જાય છે.
પ્રાકૃતિક ઉપચાર
* કાળી માટી પલાળી આખા શરીર પર ઘસો. તે સૂકાઈ જાય ત્યારે તેને ભીની કરો, પછી બે કલાક પછી તાજા પાણીથી સ્નાન કરો. આમ કરવાથી પિત્તના ચકામાં થવા બંધ થઈ જશે.
* કટિ સ્નાન, પીઠ સ્નાન તથા પેટનું સ્નાન ૩૦-૩૦ મિનિટ સુધી કરો.
ઘરગથ્થું ઉપાય
* લીમડાનાં લીલાં પાન સાફ કરી ત્યાં સુધી ચાવતાં રહો કે જ્યાં સુધી કડવા ન લાગે. આમ કરવાનું કારણ એ છે કે પિત્તીમાં લીમડાનાં પાન કડવા લાગતાં નથી.
* ૩૦ ગ્રામ અજમાને કૂટી ૩૦ ગ્રામ ગોળ સાથે મેળવીને છ-છ ગ્રામની ગોળીઓ બનાવો. સવાર-સાંજ એક-એક ગોળી તાજા પાણી સાથે લો. એક અઠવાડિયામાં જ આખા શરીર પર ફેલાયેલી પિત્તી મટી જાય છે.
* ૬ ગ્રામ ફુદીનો વાટીને તેને પાણીમાં નાંખો (શિયાળામાં ઉકાળી) ત્યારબાદ તેને ગાળીને તેમાં ૧૨ ગ્રામ ખાંડ મેળવી દરરોજ સવાર-સાંજ પીવાથી પિત્તના ચકામા વારંવાર નીકળતા બંધ થાય છે.
યૌગિક ઉપચાર
* ઉત્તાનપાદાસન, હલાસન, પવનમુક્તાસન, યોગમુદ્રાસન, વજ્રાસન, સુપ્ત વજ્રાસન, શશકાસન, પશ્ચિમોત્તાનાસન, અર્ધમત્સ્યેંદ્રાસન વગેરેનો અભ્યાસ કરવાથી કબજિયાત દૂર થઈ પેટને તાકાત મળે છે અને પિત્તીથી છૂટકારો મળે છે.
* કપાલભ્રાંતિ પ્રાણામ, અનુલોમ-વિલોમ પ્રાણાયામ, નાડી શોધન પ્રાણાયામ, શીતલી પ્રાણાયામ વગેરેનો નિયમિત અભ્યાસ કરો. તેનાથી પણ શિત્ત પિત્તીમાં રાહત મળે છે.
ફોડા-ફોલ્લી
રક્ત (લોહી) દૂષિત થવાથી શરીરમાં ફોડા ફોલ્લી થાય છે. વર્ષાઋતુમાં કેરી વધુ ખાવાથી અથવા ત્વચા પર કેરીનો ચેપ લાગવાથી, મચ્છર કરડવાથી પણ ફોલ્લી થાય છે. વધુ પડતાં મરચાં-મસાલા અથવા ગરમ વસ્તુઓ ખાવાથી પણ ફોલ્લીઓ નીકળે છે.
લક્ષણ : ફોડા-ફોલ્લીમાં પહેલાં લાલી આવે છે પછી તે દુઃખે છે. પાક્યા પછી વેદના વધી જાય છે. તેમાં પરું ભરાય છે, બળતરા પણ થાય છે. કેટલીક ફોલ્લીઓ પાક્યા વિના જ બેસી જાય છે.
પ્રાકૃતિક નિદાન
* કાળી માટીને પાણીમાં સારી રીતે ગૂંદી કપડાંની પટ્ટી પર મૂકી તેને ફોડા-ફોલ્લી પર બાંધો.
* દરરોજ દૂધી બાફી મીઠું નાખ્યા વગર ખાઓ.
ઘરગથ્થું ઉપાય
* ફોડો પાક્યો હોય અથવા ગાંઠ પડી હોય તો ડુંગળી વાટીને તેમાં થોડો ગોળ મેળવીને તેના પર બાંધો.
* મહેંદીના પાનને ઉકાળી તે પાણીથી ફોલ્લી ધોવાથી મટી જાય છે.
* ફોલ્લીઓ પર કારેલાનો રસ લગાવવાથી તે જલદી સુકાય છે.
* કરંજ, લીમડો તથા નિર્ગુંડી-ત્રણેયને મેળવી વાટી લો અને ફોડા-ફોલ્લી પર લગાવો.
* ચંદનને ઘસી ફોલ્લી પર લગાવો. તેનાથી દુખાવામાં રાહત થશે.
યૌગિક ઉપચાર
* લોહીને શુદ્ધ કરનારા યોગાસનોનો અભ્યાસ કરો જેમ કે સૂર્ય નમસ્કાર, અર્ધમત્સ્યેંદ્રાસન, સર્વાંગાસન, ગોમુખાસન, ચક્રાસન, પશ્ચિમોત્તાનાસન, તાડાસન, સુપ્ત પવન મુક્તાસન, ઉત્તાનપાદાસન વગેરે.
* પ્રાણાયામમાં નાડી શોધન, શીતલી તથા સીત્કારી પ્રાણાયામનો નિયમિત અભ્યાસ કરો.
* સૂક્ષ્મ વ્યાયામની પ્રથમ પાંચ ક્રિયાઓ તથા પેટની શક્તિનો વિકાસ થાય તેવી ક્રિયાઓનો અભ્યાસ કરવાથી ખાસ લાભ થાય છે.

No comments:
Post a Comment