Tuesday, 16 August 2011

પાતળા રહેવા ફળો-શાકભાજી અને દહીં ખાઓ


  લોકો સામાન્ય રીતે દરેક શાકભાજીની સાથે બટાટાને મિક્સ કરીને દરરોજ ખોરાકમાં જુદાં જુદાં શાકભાજી ખાવાનું પસંદ કરે છે પણ વાસ્તવમાં બટાટાનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે તો શરીર વધારે જાડું બને છે, જો કોઈ પણ વ્યક્તિએ પોતાનું શરીર પાતળું રાખવું હોય તો તાજાં  ફળો અને શાકભાજી તેમજ અનાજ, નટ્સ અને દહીં ખાવું જોઈએ.
·       ફ્રેન્ચ ફ્રાઇઝ અને બટાટાની ચીપ્સથી શરીર વધારે જાડું થાય છે
હાર્વર્ડ દ્વારા તાજેતરમાં વ્યક્તિએ કેવો અને કેટલો ખોરાક લેવો જોઈએ તે અંગે વિસ્તૃત અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. પરંપરાગત પદ્ધતિ એવી છે કે કોઈ પણ વ્યક્તિએ તમામ પ્રકારનો ખોરાક માપસર ખાવો જોઈએ. કોઈ ખોરાક વધારે કે કોઈ ઓછો ખાવાને બદલે જો સંતુલિત આહાર લેવામાં આવે તો તેનાંથી કેલરીનું પ્રમાણ જળવાઈ રહે છે. હાર્વર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના દરિયુશ મોઝાફેરિઅન દ્વારા ૧,૨૦,૮૭૭ લોકોના કરાયેલા અભ્યાસનું  તારણ એવું છે કે બટાટાનું પ્રમાણ ખોરાકમાં ઘટાડવું જોઈએ, જો ખોરાકમાં નિયમિત રીતે બટાટા લેવામાં આવે તો તેને કારણે વજનમાં ચાર વર્ષમાં એક પાઉન્ડનો એટલે કે એક રતલનો વધારો થાય છે. ફ્રેન્ચ ફ્રાઇઝ અને બટાટાની ચીપ્સથી શરીર વધારે જાડું થાય છે.
જો શરીરને પાતળું રાખવું હોય તો લોકોએ તાજાં ફળો અને શાકભાજી તેમજ અનાજ, નટ્સ તેમજ દહીં ખાવું જોઈએજ, આને કારણે વજનમાં પા રતલ કે અડધો રતલનો જ વધારો થાય છે, જો ખોરાકમાં દરરોજ દહીં લેવામાં આવે તો ચાર વર્ષમાં વજનમાં એક રતલનો ઘટાડો થાય છે.

No comments:

Post a Comment