તાજેતરમાં જ કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, સાત સ્ટ્રોક પૈકીના એક સ્ટ્રોકનો હુમલો ઊંઘમાં આવતો હોય છે, આ નવા અભ્યાસનાં તારણો ખૂબ જ ચોંકાવનારાં છે. સ્ટ્રોકનાં પ્રાથમિક લક્ષણો જાણવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે. અમેરિકન એકેડમી ઓફ ન્યુરોલોજીના એક સભ્ય અને યુનિર્વિસટી ઓફ સિનસિનાટીના અભ્યાસના પ્રોફેસર જેસન મેકેએ કહ્યું છે કે, આ પ્રકારના સ્ટ્રોક પૈકી એક ઈશ્કેમિક સ્ટ્રોકની સારવાર પ્રથમ લક્ષણો દેખાયાના થોડાક જ કલાકોમાં જ આપવામાં આવે તે જરૂરી છે .મોટાભાગે લક્ષણો જાણી શકાતાં નહીં હોવાથી સારવાર લેવાનું પણ મોડેથી શરૂ થાય છે જેથી સ્ટ્રોકના હુમલાનું જોર વધી જાય છે. સાથે સાથે આ બીમારી પણ વ્યક્તિને ગંભીરપણે ઘેરી લે છે.· બ્રેઈનમાં લોહીના પ્રવાહમાં અડચણ ઊભી થવાને કારણે મોટાભાગે સ્ટ્રોકનો હુમલો થાય છે : સંશોધકોનો દાવો
૧૮ વર્ષની વયમાં અને તેનાથી મોટી વયનાં લોકોમાં ઈશ્કેમિક સ્ટ્રોકના હુમલાના તમામ કેસોમાં અભ્યાસ કર્યા બાદ સંશોધકોએ કહ્યું છે કે, હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં આવા કેસ પર નજર રાખવામાં આવી હતી. મોટાભાગના સ્ટ્રોકના હુમલાઓ બ્રેઈનમાં લોહીના પ્રવાહમાં અવરોધ આવવાના કારણે થાય છે. અભ્સાયમાં ૧,૮૫૪ સ્ટ્રોક પૈકીના ૨૭૩ સ્ટ્રોકના હુમલાઓ અથવા તો ૧૪ ટકા સ્ટ્રક વેકઅપ સ્ટ્રોક તરીકે હોય છે. વેકઅપ સ્ટ્રોકમાં વ્યક્તિ મજબૂત પ્રબળ લક્ષણોનાં કારણે જાગી જાય છે. સંશોધકોનો અંદાજ છે કે, એક વર્ષમાં અમેરિકામાં અંદાજે ૫૮ હજાર લોકો વેકઅપ સ્ટ્રોક બાદ ઇમરજન્સી વિભાગમાં સારવાર માટે પહોંચ્યાં હતાં. અભ્યાસનાં પરિણામો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. અભ્સાયન્ત્ પરિણામ પ્રિન્ટ ઇશ્યૂ ઓફ ન્યુરોલોજીમાં પ્રકાશિત કરવામાં આવી ચૂક્યાં છે. સ્ટ્રોકના હુમલાઓની ફરિયાદ આધુનિક સમયમાં લોકોમાં વધી ગઈ છે.
No comments:
Post a Comment