શરાબના શોખિનોને પુછશો તો તેઓ કહેશે કે શરાબ પીવાથી દિલને શાંતી મળે છે. મન પ્રફુલિત થઈ જાય છે. અને શરાબના વિરોધીઓને પુછશો તો તેઓ તેના અગણિત નુક્શાનની લિસ્ટ આપને સંભળાવશે.
આ વખતે અમે આપને તેના નુક્શાન નહીં પણ તેના એક ફાયદા વિશે જણાવીશું. શરાબનો એક ફાયદો એ છે કે તેનાથી સનબર્નથી બચી શકાય છે.
સ્પેનનાં વૈજ્ઞાનિકોએ આ વિશે રિસર્ચ કર્યા બાદ જણાવ્યું હતું કે, શરાબ જેમાંથી બને છે તેનું મુખ્ય ઘટક ગણાય તે દ્રાક્ષમાં ફ્લેવોન્વાઈડ નામનું રસાયણ હોય છે જે કોશિકાઓમાંની ખામીઓ દુર કરે છે.
આ રિસર્ચ હાલમાં જ 'જર્નલ ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફૂડ કેમેસ્ટ્રી'માં રજુ કરવામાં આવ્યું હતું. વૈજ્ઞાનિકોએ તડકાને કારણે સૂર્યના પારજામલી કિરણોથી ત્વચાને થતા નુક્શાનનો અક્સિર ઈલાજ વાઈનને જણાવ્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે દ્રાક્ષમાં જોવા મળતું ફ્લેવોન્વાઈડનામનું રસાયણ સનબર્ન રોકે છે અને સનબર્નને કારણે થતીમૃત કોશિકાઓને ફરી બનવામાં મદદ કરે છે. જેથી ત્વચા પાછી કાંતીમય બને છે. એટલે શરાબ પીવાથી ખુબસુરતી વધી શકે છે.
No comments:
Post a Comment