Friday, 19 August 2011

ભારતીય વસ્ત્રોને મળ્યો વેસ્ટર્ન ટચ


 
દિલ્હીના પ્રગતિ મેદાનમાં બુધવારેથી શરૂ થયેલા વિલ્સ ઈન્ડિયા લાઈફસ્ટાઈલ ફેશન વિક 2011 અત્યારે પૂરા જોશમાં છે. આનો અંદાજો એ વાત પરથી જ આવી જાય કે ફેશન વિકના બીજા જ દિવસે 17 ડિઝાઈનર્સે પોતાનું કલેક્શન રજૂ કર્યું હતું.

ડિઝાઈનર જય રાઠોડ, ડોલી જે, અંકિતા, આશિમા લીના, કવિતા ભારતીયા, ચારુ પરાશર વગેરેના કલેક્શનમાં ભારતીય ટચ જોવા મળ્યો હતો. તેમનું કલેક્શન જોઈને એવુ લાગતું હતું કે ભારતમાં પશ્ચિમી પરિધાન પોતાની કોઈ ખાસ ઓળખ નથી બનાવી શક્યું. માટે જ મોટાભાગના ડિઝાઈનરોએ ભારતીય વસ્ત્રોને માત્ર પશ્ચિમી સ્ટાઈલમાં ડિઝાઈન કર્યા હતાં.

શર્મિલા ટાગોર મરૂન રંગની સાડીમાં રેમ્પ પર જોવા મળી હતી. ઘણા શોમાં માલગુડી ડેઝની જૂની યાદો જોવા મળી હતી.

મોડલ કેરોલએ લાલ રંગનો ઓફ શોલ્ડર ઈવનિંગ ગાઉન પહેરીને રેમ્પ પર આવી હતી જે ઘણું વખણાયું હતું. જય રાઠોડના કલેક્શનમાં સોફ્ટ રંગ જોવા મળ્યા હતાં. એવું લાગતું હતું કે તેણે મધ્યમ વર્ગની સ્ત્રીઓને ધ્યાનમાં રાખીને વસ્ત્રો ડિઝાઈન કર્યા હતાં.

ટૂંકમાં એવું લાગી રહ્યુ છે કે કલેક્શનમાં માત્ર ભારતીય કે માત્ર પશ્ચિમી ટચને બદલે ફ્યૂઝન ટચ જોવા મળ્યો હતો.

No comments:

Post a Comment