- ડાર્ક કલરની નેલપોલિશ લગાવવાથી જો નખ પર પીળા ડાઘ પડતાં હોય તો નેલપોલિશ રીમૂવ કરીને નખ પર બે-ત્રણ દિવસ સુધી કંઇ જ લગાવવું નહીં. આ દરમિયાન નખ પર લીંબુની છાલ ઘસવી અને પછી જ તેના પર નેલ પોલિશ લગાવવી. નખની કુદરતી ચમક પણ જળવાઇ રહેશે અને સ્વચ્છ રહેશે.
- ચહેરા અને ગરદન પર મધ લગાવો. તે થોડું સુકાઇ જવા આવે તો હાથની આંગળીઓના ટેરવાં વડે ચહેરા અને ગરદન પર હળવા હાથે મસાજ કરો. મધ સંપૂર્ણ સુકાઇ જાય પછી ગરમ પાણીથી ચહેરો ધોઇને ઠંડા પાણીથી ધોઇ લો. એનાથી ત્વચા ખેંચાયેલી રહેવાની સાથે ચમકદાર બનશે. તમારી ત્વચા વધારે તૈલી કે શુષ્ક હોય તો પણ સારી બનશે.
- આંખ ઊંડી ઊતરી ગઇ હોય કે આંખની આજુબાજુની ત્વચામાં કરચલીઓ પડી ગઇ હોય તો બદામનું તેલ અને મધ સરખા પ્રમાણમાં લઇને ભેગા કરીને હળવા હાથે આંખની નીચેના ભાગમાં મસાજ કરો. પછી પાણીથી ધોઇ લો. એનાથી આંખ નીચેના કાળા કુંડાળા પણ દૂર થઇ જશે.
- જો તમારા હોઠ લિપસ્ટિક લગાવ્યા પછી શુષ્ક થઇ જતાં હોય તો હોઠ પર લિપસ્ટિક લગાવતાં પહેલાં થોડુંક તેલ લગાવો. આનાથી હોઠ પર લિપસ્ટિક લગાવવા છતાં હોઠ કુદરતી રીતે કોમળ રહેશે.
- ઓલિવ ઓઇલ, લીંબુનો રસ, જવનો લોટ અને ગ્લિસરીનને ભેળવીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને દસ મિનિટ સુધી હાથ અને પગ પર લગાવો અને પછી હૂંફાળા પાણીથી ધોઇ નાખો. આનાથી ત્વચાની કોમળતા જળવાઇ રહેશે.
- વાળ ધોયા પછી જો તમે હેરડ્રાયરનો ઉપયોગ કરતા હો તો ડ્રાયરની સ્પિડ મધ્યમ રાખવી. ડ્રાયરને વાળથી સાત-આઠ ઇંચ દૂર રાખવું. વાળમાં તમે કેમિકલયુક્ત શેમ્પૂનો ઉપયોગ કર્યો હોય તો વાળ ડ્રાયરથી કોરા કરવા નહીં. તે વાળના સ્વાસ્થ્ય માટે સારું રહેશે.
No comments:
Post a Comment