Friday, 12 August 2011

સંવેદનશીલ ત્વચા છે




સંવેદનશીલ ત્વચા છે
શ્રી રાજીકાબહેન,
મારી ત્વચા સંવેદનશીલ ત્વચા છે. આથી ઘણીબધી પ્રોડક્ટ્સથી મને એલર્જી થાય છે. તો મારે શું કરવું ? - બિનિતા
બહેનશ્રી, સંવેદનશીલ ત્વચા એ મેડિકલ કંડિશન છે. જો તમારી ત્વચા પર રક્તવાહિનીઓ દેખાતી હોય, તમારી ત્વચા જલદી લાલાશયુક્ત થઈ જતી હોય અથવા સહેલાઈથી સનબર્નયુક્ત થઈ જતી હોય, હોટ શાવર કે બાથ લેવાથી લાલ થઈ જતી હોય કે ડાઘ-ધબ્બાવાળી થઈ જતી હોય અને તમને ક્લિન્સર, મોઈશ્ચરાઈઝર કે સનસ્ક્રીન લગાવ્યા બાદ વારંવાર ડંખ વાગવા જેવી પીડા થતી હોય તો તમારી ત્વચા સંવેદનશીલ ત્વચા કહી શકાય.
સંવેદનશીલ ત્વચા ડ્રાય અને એલર્જીક રિએક્શનની શક્યતા ધરાવનારી હોય છે. ઉપરાંત તે એલર્જીક સ્કીન જેવી નથી હોતી. સંવેદનશીલ ત્વચા જે ભાગ પર પ્રોડક્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હોય ત્યાં રિએક્ટ કરે છે. જ્યારે એલર્જીક સ્કીનની અસર આખા શરીર પર થતી હોય છે. આથી તમે સંવેદનશીલ ત્વચાને કારણે સમસ્યાગ્રસ્ત છો. તમારે હંમેશાં  સંવેદનશીલ ત્વચા માટેની માઈલ્ડ પ્રોડક્ટ જ વાપરવી જેથી તમને રિએક્શન નહીં કરે.
ટોનર કેવી રીતે ઉપયોગી ?
શ્રી રાજીકાબહેન,
ટોનર આપણી ત્વચા માટે કેવી રીતે ઉપયોગી છે દરેકે તેનો ઉપયોગ કરવો જરૂરી છે ? - અંગના
બહેનશ્રી,
ઘણી વાર ક્લિન્સરના ઉપયોગ બાદ પણ અશુદ્ધિઓ, મેલ ત્વચા પર રહી જતા હોય છે. જેથી ત્વચા છિદ્રોની સફાઈ પણ બરાબર થઈ નથી. ટોનર એ ક્લિન્સરથી રહી ગયેલી અશુદ્ધિઓને દૂર કરવાનું કામ કરે છે. સાથે સાથે ત્વચાને ટોન કરે છે અને સુદૃઢ પણ બનાવે છે. તે ત્વચા પર માઈલ્ડ એસ્ટ્રીજન્ટ જેવી અસર આપે છે.  તેથી તૈલી ત્વચા માટે એ ખૂબ લાભદાયી છે. ગુલાબજળ અને કાકડીના રસને સપ્રમાણ મિક્સ કરી રેફ્રિજરેટરમાં એકદમ ઠંડા કરવા. આ એક ખૂબ સારું નેચરલ ટોનર છે. ચહેરાની ત્વચાને ક્લિન્સરથી સાફ કરી પછી આ ટોનર લગાવવું. જો તમારી ત્વચા ખૂબ શુષ્ક ના હોય તો આ ટોનરનો ઉપયોગ તમે દરરોજ કરી શકો છો.
બ્લેક હેડ્સની સમસ્યા
શ્રી રાજીકાબહેન,
મને ખૂબ જ બ્લેક હેડ્સ થયા છે તો એને નિયંત્રણ કરવા શું કરું ? મને જણાવશો. - ઇરા
બહેનશ્રી,
બ્લેક હેડ્સના નિયંત્રણ માટે એક અગત્યની બાબત ધ્યાન રાખવી જરૂરી છે કે, જ્યારે ચહેરો તૈલી થાય ત્યારે સાફ થવો જોઈએ, ધોવાવો જોઈએ. એ સાથે એક સરળ ઘરગથ્થું ઉપચાર બતાવું છું. ઓટમિલ, મધ અને ઇંડાંની સફેદી ત્રણેય ભેગા કરીને પેસ્ટ બનાવવી. ચહેરા પર લગાવીને દસ મિનિટ મસાજ કરવો. પછી નળના પાણીથી ચહેરો ધોઈ નાંખવો. આનાથી બ્લેક હેડ્સ ઘટશે અને ચહેરો પણ સાફ રહેશે. બહારથી આવ્યા બાદ અવશ્ય ચહેરો ધોવાનું રાખો. એનાથી ત્વચાની સ્વચ્છતા જળવાઈ રહેશે.

No comments:

Post a Comment