હાઈ બ્લડ પ્રેશરને અંકુશમાં રાખવા માટે ભોજનમાં નિયમિત લસણનું સેવન કરવું જોઈએ. જો નિયમિત રીતે ખોરાકમાં લસણનો વપરાશ વધારવામાં આવે તો તેનાથી હાઈપર ટેન્શનને કાબૂમાં રાખી શકાય છે. ઓસ્ટ્રેલિયાના ડોક્ટરો દ્વારા આ અંગે કેટલાક દર્દીઓ પર સંશોધન હાથ ધરાયું હતું. જેમાં રોજિંદી દવાઓ ઉપરાંત લસણ અને લસણની કેપસ્યુલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ દર્દીઓનું બ્લડ પ્રેશર લસણના ઉપયોગ પછી ઘટયું હોવાનું જણાયું હતું. લસણને કારણે લોહી પાતળું થવાથી બીપીને કન્ટ્રોલમાં રાખવાનું આસાન બનતું હોવાનું જણાયું હતું.
- લસણ ખાવાથી લોહી પાતળું રાખી શકાય છે
સંશોધક કેરિન રીડના જણાવ્યા મુજબ હાયપર ટેન્શનની સારવાર નહીં કરનારાઓની સરખામણીમાં લસણ ખાનારાઓનું બ્લેડ પ્રેશર અંકુશમાં રાખી શકાયું હતું. જેમાં લસણનો કેટલો વપરાશ કરવો, શરીરમાં તેની પાચક ક્ષમતા કેટલી છે અને કેટલા સમય સુધી તેનું સેવન કરવું જોઈએ તેનો અભ્યાસ કરાયો હતો.
No comments:
Post a Comment