Tuesday, 23 August 2011

જાણી લેજો, ગર્લફ્રેન્ડ પત્ની બને ત્યારે આ ફેરફાર થાય જ છે!


 
આવો જ ફેરફાર પુરુષોના શરીરમાં છૂટાછેડા પછી થાય છે

લગ્નથી પુરુષોને કેટલાક સ્વાસ્થય સંબંધિત ફાયદા થાય છે


જો તમને એવુ લાગતુ હોય કે લગ્ન પછી તમારુ વજન વધી ગયું છે, તો તમે એકદમ સાચા હશો. એક નવા સંશોધન પ્રમાણે લગ્ન કે છૂટાછેડા પછી વ્યક્તિમાં આવા ફેરફાર થાય છે. સ્ત્રીનું વજન લગ્ન પછી વધે છે, જ્યારે પુરુષોનું વજન વધવાની સંભાવના છૂટાછેડા પછી વધારે રહે છે. આ પરિવર્તન તેમના સ્વાસ્થય માટે હાનિકારક થઈ શકે છે.

ઓહિયો યુનિવર્સિટીના પ્રોફેસર અને સંશોધન ટીમના સભ્ય જેનકેઓ ક્વેનનું કહેવુ છે કે વિવાહિત સ્ત્રીની પોતાના ઘરમાં અગત્યની ભૂમિકા હોય છે. તે પુરુષની સરખામણીમાં વધારે વ્યસ્ત રહે છે અને કસરત માટે ઓછો સમય કાઢી શકે છે. તે અવિવાહિત યુવતીની સરખામણીમાં થોડી ઓછી ચુસ્ત પણ હોય છે. લગ્નથી પુરુષોને કેટલાક સ્વાસ્થય સંબંધિત ફાયદા થાય છે, પરંતુ છૂટછેડા પછી તે જ ફાયદા નુકસાનમાં પરિણમે છેઅને તેમનું વજન વધી જાય છે.

આ અભ્યાસ આશરે 10,000 લોકો ઉપર કરવામાં આવ્યો હતો, જેમાં વજન વધવા પર ગર્ભાવસ્થા, ગરીબી, સામાજિક આર્થિક સ્થિતિ અને શિક્ષણના પ્રભાવને પણ જોવામાં આવ્યો હતો.

No comments:

Post a Comment