1. શિયાળામાં જો તમે એવી જગ્યાએ રહેતા હોવ જ્યા હિટર લાગેલા હોય તો તેનાથી તમારી આંખો કોરી થઈ જાય છે. હિટર આંખોના મોઈશ્ચરને શોષી લે છે. તો ઘરને ગરમ રાખવાની સાથે થોડો ભેજ પણ જાળવી રાખો.
2. સૂર્યના વિકિરણોથી બચવા સારા ગોગલ્સ વાપરો. કદાચ તમને ખબર નહીં હોય પણ શિયાળામાં સૂરજની ગરમી એટલી જ હાનિકારક છે જેટલી ઉનાળામાં.
3. તમારી આંખોને ઠંડી હવાથી બચાવવા માટે હેટ અને જેકેટ જેની સાથે ટોપી હોય તે વાપરો. ઠંડી હવાને કારણે તમારી આંખમાં પાણી આવે છે અને તમારી આંખોને ગંભીર હાની પહોંચી શકે છે.
4. તમારી આંખની આસપાસના હિસ્સાને સૂકો થઈ જતો રોકવા માટે સારી ક્રિમ લગાડો. આનાથી ડાર્ક સર્કલ્સ પણ નહીં થાય.
5. દરરોજ તમારી આંખો પર પાણી છાંટો જેથી તમારી આંખોમાં જો કોઈ કચરો હોય તો તે નીકળી જાય. શિયાળામાં પણ આંકો ધોવા માટે ઠંડુ પાણી વાપરો. કારણ કે ગરમ પાણીથી તમારી આંખો સૂકી થઈ શકે છે.
No comments:
Post a Comment