અમુક શાકભાજીઓ અને ફળ તો બહુ ઉપયોગી હોય છે.જેમ કે કારેલા કૃમિને નષ્ટ કરે છે.ટામેટા લોહીને વધારે છે અને ત્વચાને નિખારે છે.લીંબુ શરીરનાં પાચક રસોને વધારે છે.પાલક હાડકાઓને કેલ્શિયમથી સુદઢ બનાવે છે.પાંદડાવાળા શાકભાજી લોહતત્વથી ભરપુર હોય છે,આથી તેનો યોગ્ય રૂપે સલાડમાં પણ લેવાં જોઇએ.ખીરા કાકડી રક્તકણોનું શોધન કરે છે અને તેનાં પ્રવાહને વધારે છે. લસણ લોહીને જામ થવાથી બચાવે છે વળી તે હ્રદય રોગમાં પણ લાભકારી છે.પરવળ શરીરને ઊર્જા આપે છે.જ્યારે ફાસ્ટફુડની આપણા શરીરને એક લત લાગી જાય છે જે માત્ર જાડાપણું જ નથી વધારતું પણ તે સાથે તમારી ત્વચાને પણ નુકસાન પહોંચાડે છે.આથી સદાય સુંદર દેખાવા માટે બની શકે તેટલુ ફાસ્ટફુડને ટાળવું જોઇએ.
No comments:
Post a Comment