Wednesday, 10 August 2011

ટેન ટિપ્સ ફોર મોનસૂન


ત્વચાને દઝાડતી ગરમી બાદ વરસાદના અમીછાંટણા માણવાથી રાહત મળે છે, પરંતુ આ વરસાદની મૌસમ વાળ અને ત્વચા માટે નવી સમસ્યા પણ ઉત્પન્ન કરે છે. ત્યારે ઋતુ પ્રમાણે જો ત્વચા અને વાળની સારસંભાળ રાખવામાં આવે તો મુક્તપણે વર્ષાની મજા માણી શકાય.
* ચોમાસામાં સોપ ફ્રી ફેસવોશનો ઉપયોગ કરો જેથી ત્વચા સાફ રહેશે અને સૂકી નહીં બને.
* અઠવાડિયામાં એક વાર સ્ક્રબનો ઉપયોગ અવશ્ય કરો જેનાથી બ્લેકહેડસ અને મરેલી ત્વચાને દૂર કરવામાં મદદ મળશે તેમજ ત્વચા ચમકદાર દેખાશે.
* ચોમાસામાં પણ ત્વચાના રક્ષણ માટે સનસ્ક્રીન લોશનનો ઉપયોગ કરવો જરૂરી છે.
* મૌસમ કોઇ પણ હોય પણ ત્વચા સૂકી ન બની જાય તે માટે મોઇશ્ચરાઇઝર ક્રીમનો ઉપયોગ કરવો અનિવાર્ય છે. આ ઋતુમાં પણ ત્વચા મોઇશ્ચરની કમીને પૂરી કરવા માટે બેસ્ટ ક્વોલિટીનું મોઇશ્ચરાઇઝર વાપરો.
* વધુ મેકઅપ કરવાથી બચો. વધુ મેકઅપ કરવાથી રોમછિદ્ર બંધ થઇ જાય છે. મેકઅપ કરવો અનિવાર્ય હોય તો વોટરપ્રૂફ મેકઅપ કરી શકો છો.
* ચોમાસામાં ફંગલ ઇન્ફેક્શન થઇ જવાનો ભય રહે છે. તેથી જ્યારે પણ વરસાદમાં ભીંજાવ ટુવાલથી શરીરને કોરું કરી નાખો અને ખાસ કરીને આંગળીની વચ્ચેની જગ્યા અને હાથની નીચેની જગ્યાને સારી રીતે કોરી કરો.
* વરસાદના પાણીના સંપર્કમાં સૌથી વધુ આપણા પગ રહે છે તેથી પગની ત્વચાની કાળજી લેવી અનિવાર્ય છે.
* વરસાદમાં વાળ વારંવાર પલળતા હોવાથી વાળ એકબીજા સાથે ચોંટેલા રહે છે. તેથી અઠવાડિયામાં એકાદ બેવાર સારી ક્વોલિટીના શેમ્પૂથી વાળ ધોવા જેથી આ સમસ્યા દૂર થશે.
* ચોમાસાની ઋતુમાં હેર સ્ટાઇલિંગ પ્રોડક્ટસનો ઉપયોગ ન કરો જેનાથી વાળ વધુ ઓઇલી બની જશે.
* પગના પંજા પાણીમાં રહેવાથી સડી જાય છે તેમાં લીંબોળીનું તેલ ગરમ કરીને લગાડી શકાય છે. તદુપરાંત ચોમાસામાં વોટરપ્રૂફ ચંપલ પહેરવાનો આગ્રહ રાખો જેથી પગની સુરક્ષા જળવાશે.   

No comments:

Post a Comment