Wednesday, 10 August 2011

હાઈપર એસીડીટીથી બચો અને સ્વસ્થ રહો




રસોઈમાં કયા પ્રકારનું તેલ વાપરવું જોઈએ? શું દરેક વર્ષે તેલ બદલવું જરૂરી છે?
આ દિવસોમાં ઘણા પ્રકારના રસોઈનાં તેલ ઉપલબ્ધ છે. ઘણા સારા પ્રકારનાં તેલ જેવા કે સન ફ્લાવર, સૂર્યમુખી, સિંગતેલ, કપાસિયાનું તેલ, મકાઈનું તેલ, ઓલિવ ઓઈલ વગેરે.  દરેક તેલ ચરબી ધરાવે છે, પણ ચરબીનો પ્રકાર અને પ્રમાણ જુદું જુદું હોય છે. જેમ કે, ઓલિવ તેલ બીજા તેલ કરતાં વધારે મોનો અનસેચ્યુરેટેડ (સારા પ્રમાણમાં) ચરબી ધરાવે છે. આ જ કારણે એક્સ્ટ્રા વર્જીન ઓલિવ તેલ હૃદયની તંદુરસ્તી પૂરી પાડે છે, પણ  બીજી રીતે ઓલિવ તેલ તળવા માટે વાપરી શકાતું નથી. જો તે અમુક તાપમાને પહોંચે તો તેમાંથી ધુમાડા નીકળે છે. જે તેલની ગુણવત્તા બગાડે છે. તમારા ડાયટમાં દરેક છ મહિને તેલનો પ્રકાર બદલવો જરૂરી છે. જેથી દરેક વખતે જુદા જુદા પ્રકારનાં તત્ત્વો મળી રહે.
૨. કેવા પ્રકારનું દૂધ દરરોજ વપરાશ માટે સારું છે?
દરેક પ્રકારનું દૂધ કે જે ૩ ટકા કરતાં ઓછી ચરબી ધરાવતું હોય તે દરરોજ વાપરી શકાય. દૂધ કે દૂધની બનાવટ કે જે ૩ ટકા કરતાં વધારે ચરબી ધરાવતું હોય તેમાં વધારે પ્રમાણમાં સેચ્યુરેટેડ ફેટ તથા કોલેસ્ટેરોલ હોય છે. વધારામાં, તમારે હંમેશાં ઉકાળેલું અને ચરબી/ક્રીમ ગાળેલું દૂધ લેવું જોઈએ.
૩. કેવા પ્રકારનો ખોરાક એસિડિટી સર્જી શકે?
દરેક વ્યક્તિની જુદા જુદા પ્રકારના ખોરાકને પચાવવાની શક્તિ અલગ અલગ હોઈ શકે, પરંતુ જેને હાઈપર એસિડિટીની સમસ્યા હોય તેને અમુક ખોરાકથી એસિડિટી વધારે થવાની પ્રક્રિયા વધતી હોય છે. નીચે પ્રમાણેનો ખોરાક જે વ્યક્તિને એસિડિટીની સમસ્યા હોય તેણે ત્યજી દેવો જોઈએ. જેમ કે ચા, કોફી, ઠંડાં પીણાં, કેફીન, ચોકલેટ, લસણ, ડુંગળી વધારે ચરબી ધરાવતા ખોરાક, લાલ અને કાળા મરી, તીખો ખોરાક, ફુદીનો, વધારામાં ધૂમ્રપાન પણ એસિડિટી સર્જી શકે છે.
૪. હું દરરોજ હાઈપર એસિડિટીથી પીડાઉં છું. હું શું કરી શકું?
જો તમે હાઈપર એસિડિટીથી પીડાતા હો તો તમે તમારી જીવનશૈલીમાં બે રીતે બદલાવ લાવી શકો છો. પહેલાં તમે તમારું વજન ઘટાડો. જો તમારું વજન વધારે હોય તો. બીજું જો તમે ધૂમ્રપાન કરતાં હો તો તે છોડવું જોઈએ. તમારે થોડો થોડો ખોરાક અમુક નજીકના સમયાંતરે લેવો જોઈએ અને જમવા સાથે પ્રવાહી લેવું ઓછું કરવું જોઈએ. તમારે ફાઈબર ધરાવતો ખોરાક વધારે પ્રમાણમાં લેવો જોઈએ. જમ્યા પછી તમારે સૂઈ જવાનું ટાળવું જોઈએ. તમારે વધારે ફિટિંગ ધરાવતાં કપડાં ટાળવાં જોઈએ અને સૂતાં પહેલાંના ૩-૪ કલાક પહેલાં ખોરાક ન લેવો જોઈએ. તમારે પ્રિસ્ક્રિપ્શન દવા લેતા પહેલાં ડોક્ટર સાથે મળી લેવું જોઈએ.

No comments:

Post a Comment