શિવ ભક્તિ એવા જ વિપરિત સમયમાં જીવનની નાવને પાર લગાવનાર માનવામાં આવે છે. શ્રાવણ મહિનામાં શિવ ઉપાસના મન ચાહ્યા ફળ આપે છે. એટલે અહીં બતાવેલ શિવકૃપાથી ધન-ધાન્ય અને કલેશમુક્ત જીવન જીવવાનો સરળ ઉપાય, જેને તમે ચાલતા-ફરતા દિવસમાં ગમે ત્યારે અપનાવીએ તો ખૂબ જ લાભ પ્રાપ્ત થાય છે. તેનાથી ગ્રહ દોષ શાંતિ થાય છે.
આ ઉપાય છે, દેવ વૃક્ષ પીપળાને વિશેષ મંત્રથી અડીને શિવનું ધ્યાન અને પીપળાના થડમાં દૂધ અને કાળા તલ મળેલ જળ અર્પણ. જો કે પીપળામાં ભગવાન શિવનો વાસ પણ માનવામાં આવે છે. એટલે કષ્ટ નિવારણ અને દરિદ્રતાના શમનનો આ અચૂક ઉપાય માનવામાં આવ્યો છે જાણઓ આ મંત્ર અને વિધિ-
-શ્રાવણ મહિનમાં ખાસ કરીને અષ્ટમી, સોમવાર, ચુતુર્દશીના દિવસે સ્નાન કરી સફેદ વસ્ત્ર ધારણ કરો.
-નજીકમાં આવેલ કોઈ પીપળાના ઝાડ ખાસ કરીને દેવાલયના પીપળાના ઝાડને પ્રણામ કરી ગંધ, અક્ષત, ફૂલ અર્પિત કરો.
-પૂજા સામગ્રી અર્પિક કરી નીચે લખેલ મંત્રોથી પીપળાને અડો અને શિવનું સ્મરણ કરી જળ અને તલ મળેલ પીપળાના ઝાડને ચઢાવો,
-પીપળાને અડકવાનો મંત્ર
नेत्रस्पन्दादिजं दु:खं दु:स्वप्रं दुर्विचिन्तनम्।
शक्तानां च समुद्योगमश्र्वत्थ त्वं क्षमस्व मे।।
-શિવ મંત્રઃ-
ॐ शर्वाय नम: (શર્વ અર્થાત્ કષ્ટને હરનાર)
-મંત્ર સ્મરણ અને જળ અર્પણ કર્યા બાદ મીઠાઈનો ભોગ લગાવેલ ધૂપ, દીપથી શિવ આરતી કરી માનસિક, શારીરિક તથા આર્થિક કષ્ટોને હરવા માટે વિનંતી ભગવાન શિવ પાસે કરો, પીપળામાં ચઢાવેલ થોડુ જળ ઘરમાં લાવીને છાંટો.
No comments:
Post a Comment