તમારા પગને સેક્સી દેખાડતા હિલ્સ પહેરીને તમે આખો દિવસ તો સારા લાગો છો પણ અમુક વાર તે તમને થકવી પણ દે છે. ઓફિસમાં દોડાદોડીમાં, રસ્તા પર ટ્રાફિકની વચ્ચે ઘણીવાર તમારી આ હાઈ હિલ્સ સમસ્યા બની જતી હોય છે. તેમ છતાં આપણામાંથી મોટાભાગની સ્ત્રીઓ પોતાના હાથ અન ચહેરાની સુંદરતા અને કાળજી સામે પગની સુંદરતા અને કાળજીને બહુ મહત્વ નથી આપતી. જો તમે પણ તેમનામાંના એક હોવ તો હવે તમારે પગની કાળજી લેવાની પણ શરૂઆત કરી દેવી જોઈએ.
- દરરોજ ફૂટ સ્ક્રબ ચોક્કસ લગાડો. ખાસ કરીને જ્યારે ચાલીને કે હિલ્સ પહેરીને તમારા પગ દુખતા હોય. તમે ઈચ્છો તો ઘરે પણ બનાવી શકો છો ફૂટ સ્ક્રબ. ખાંડ, એક ટીસ્પૂન બેકિંગ પાવડર અને 1/4 ટીસ્પૂન ખસખસના દાણા અને લીંબુના ટીપાં મિક્સ કરીને ફૂટસ્ક્રબ બનાવી શકો છો. તમારા પગ પર આ સ્ક્રબ વડે 5-10 મિનીટ સુધી માલિશ કરો. અને પછી હૂંફાળા પાણી વડે પગ ધોઈ નાંખો.
- તમારા પગ પર નિયમિત રીતે મોઈશ્ચરાઈઝર લગાડો. નહાયા પછી અને સૂતા પહેલા પગના ડ્રાય એરિયામાં મોઈશ્ચરાઈઝર દ્વારા મસાજ કરો. આનાથી તમારા પગ કોમળ રહેશે.
- સૂતા પહેલા પગની મસાજ જરૂરી છે જેના કારણે તમે થાક અનુભવી રહ્યા છો. તલના તેલને ગરમ કરો અથવા ઓલિવ ઓઈલને ગરમ કરો અને તેને પગના તળિયામાં મસાજ કરો. કોટનના મોજાં પહેરીને સૂઈ જાઓ.
- કાંકરા પર અથવા લીસા પત્થરો પર ચાલીને તમે તમારા પગને સુંદર બનાવી શકો છો. આનાથી તમારા પગના એક્યુપ્રેશર પોઈન્ટ દબાય છે જેના કારણે આખા શરીરને સ્વાસ્થ્યના ફાયદા થાય છે.
- પેરાફિન વેક્સ તમારા પગને લચિલા અને કોમળ બનાવશે. તે તમારા પગની મૃત ત્વચાના કોષ દૂર કરશે અને ત્વચાનું બ્લડ સરક્યુલેશન વધારશે. આવી રીતે તમારી ત્વચાના છીદ્રો ખૂલશે અને જરૂરી મોઈશ્ચર લઈને તમને આપશે સુંદર પગ.
No comments:
Post a Comment