લાલાશ પડતી ત્વચા
શ્રી રાજીકાબહેન,
મારા ચહેરા પર ખૂબ જ પ્રમાણમાં લાલ પિમ્પલ્સ છે, એ બ્લેકહેડ્સ નથી. મને ખંજવાળ પણ આવતી નથી, પરંતુ એને કારણે મારો ચહેરો લાલ દેખાય છે, તો મારે શું કરવું ? - કવિતા
બહેનશ્રી,
તમે જે જણાવ્યું છે તેના પરથી કહી શકાય કે, તમને ‘રોસાસેસીઝ’ છે. આ ચહેરા પર થઈ આવતા લાલ કલરના પેચ (કટ્વષ્ઠૈટ્વઙ્મ ટ્વિજર) છે. એનું કારણ જાણવા મળ્યું નથી, પરંતુ એ માટે તમારે કોઈ પણ પ્રકારના તૈલી ક્રિમનો ઉપયોગ ટાળવો જોઈએ. આગળ ટ્રીટમેન્ટ માટે સારા ડર્મેટોલોજિસ્ટ કન્સલ્ટ કરવા જોઈએ, પણ હાલ તમે એક ખૂબ સાદો ઉપાય અજમાવી શકો છો. બહારથી ઘરે પાછા ફર્યા બાદ દરેક વખતે ચહેરો ધોવાનું રાખો. ઓઈલી ફાઉન્ડેશન કે અન્ય ઓઈલી પ્રોડક્ટ ચહેરા પર લગાવશો નહીં, કેમ કે તેનાથી તમારી ત્વચા તૈલી થશે અને પિમ્પલ્સ પણ થવા લાગશે. હંમેશાં ઓઈલ ફ્રી પ્રોડક્ટ વાપરવાનું રાખો. કોસ્મેટિક અને મોઈશ્ચરાઈઝર પણ ઓઈલ ફ્રી જ વાપરવાનું રાખો. દર મહિને એક વાર બ્લેકહેડ્સ દૂર થાય તેમ કરો. ચહેરા માટે હંમેશાં સ્વચ્છ ફેસ ટોવેલ જ વાપરવાનું રાખો. અન્યના સૌંદર્ય પ્રસાધનો અને ટોવેલ વાપરવાનું રાખશો નહીં અને તમારા કોઈને આપશો પણ નહીં.
લીપલાઈનર લગાવવાની રીત
શ્રી રાજીકાબહેન,
શું તમે મને લીપલાઈનર લગાવવાની યોગ્ય રીત જણાવી શકો ? કેમ કે હું લીપલાઈનર લગાવું છું એ દેખાવમાં ખૂબ બેહૂદું અને ખરાબ લાગે છે. - સ્વાતિ
બહેનશ્રી,
સ્પષ્ટ દેખાવ માટે લીપલાઈનર અણીદાર હોવું જરૂરી છે. જે તમારા હોઠને બરાબર શેપ આપશે અને લિપસ્ટિક લગાવવા માટે પણ એ ગાઈડલાઈન બનશે. લીપલાઈનરનો ઉપયોગ કરતાં પહેલાં તેને ફ્રીજમાં મૂકવાનું રાખો. પછી તમારા હોઠ પર આઉટ લાઈન કરો અને ધ્યાન રાખો કે, તમારા હોઠને બરાબર શેપ અપાય. જો તમારા હોઠ જાડા હોય તો હોઠની મૂળ કિનાર કરતાં અંદરની સાઈડે લીપલાઈન કરો અને જો હોઠ પાતળા હોય તો હોઠની લાઈન કરતાં થોડી બહારની સાઈડે લીપલાઈન કરો અને જો તમારા હોઠ બરાબર શેપ ધરાવતાં હોય તો મૂળ કિનારીએ જ લીપલાઈન કરો.
મસ્કરા લગાવવાની પદ્ધતિ
શ્રી રાજીકાબહેન,
શું હું મારી નીચેની પાંપણો પર મસ્કરા લગાવી શકું ? કેમ કે જ્યારે હું મસ્કરા લગાવું છું ત્યારે મારી આંખો બહુ ખરાબ દેખાય છે અને પાંપણો પર મસ્કરાના લચકાં દેખાય છે. - ભૂમિ
બહેનશ્રી,
તમારી આંખોની નીચેની પાંપણો ઉપર મસ્કરા વેન્ડ (સળી)ની અણીથી લગાવવાનું રાખો. આ માટે કોઈ બ્રશની જરૂર નથી. મસ્કરા વેન્ડ જ આ માટે જરૂરી છે. એનાથી જ એકદમ સ્પષ્ટ દેખાવ મળશે. નીચેની પાંપણ પર મસ્કરા લગાવવું જરૂરી છે, કેમ કે લાંબો સમય ટકી રહે છે. ભીના કરેલા કોટન બડ્સ વડે આંખની નીચે થયેલા મસ્કરાના નકામા પ્રવાહીને દૂર કરવું. જો તમે ટ્રાન્સપરન્ટ મસ્કરા વાપરો તો તેના લાઈટ સ્ટ્રોક લગાવશો. તેનાથી પાંપણો જાડી અને કાળી નહીં દેખાય. જો તમને મસ્કરાનો લચકો દેખાય તો મસ્કરા વેન્ડ હળવેથી ફેરવી દેશો અથવા તો કોટન બડથી હળવેથી તેને દૂર કરશો.
ત્વચાની સમસ્યા
શ્રી રાજીકાબહેન,
મારી ત્વચા મિક્સ ત્વચા છે. થોડા ભાગમાં તૈલી અને થોડા ભાગમાં શુષ્ક એવા પેચીસ છે. તો તમે મને જણાવશો કે મારે શું કરવું ? - અવંતિકા
બહેનશ્રી, સૌપ્રથમ તો તમારા ચહેરાને બરાબર સાફ કરી લો. પછી ટોવેલને ગરમ (હૂંફાળા) પાણીમાં બોળી, નીચોવીને, હળવા હાથે આખા ચહેરા પર પાંચ મિનિટ લગાડો-ઉખાડો ત્યાર બાદ ઓલિવ ઓઈલ અને લીંબુના રસનું મિશ્રણ ચહેરા પર લગાવી દો. ૨-૩ મિનિટ બાદ રૂની પૂમડાંથી ચહેરાને સાફ કરી લો. પછી ફ્રીજના એકદમ ઠંડા પાણીથી ૨-૩ વખત મોં ધોઈ નાંખો. અઠવાડિયે એક વખત આ મુજબ કરવું. આમ કરવાથી ત્વચાની સ્વચ્છતા અને તાજગી જળવાઈ રહેશે.
No comments:
Post a Comment