દરરોજ ચારથી છ કપ ચા પીવાની આદત પાણી જેટલી જ ગુણકારી હોવાનું તાજેતરમાં હાથ ધરવામાં આવેલા અભ્યાસ પરથી જાણવા મળે છે. આને કારણે શરીરમાં એક લિટર પાણી પીવાથી જે હાઈડ્રેશન જળવાય છે તેટલું જ હાઈડ્રેશન મળે છે. ચામાં કેફેઈન નામનાં તત્ત્વોને કારણે શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘટે છે તેવી માન્યતા ખોટી હોવાનું આ અભ્યાસ પરથી પુરવાર થાય છે. આટલા પ્રમાણમાં ચા પીવાથી સ્વાસ્થ્યને કોઈ નકારાત્મક અસરો પણ થતી નથી. નિયમિત ચા પીવાથી હાર્ટના રોગોનો અને સ્ટ્રોકનો ખતરો પણ ઘટે છે.
બ્રિટનમાં આ અભ્યાસ અંગે ક્લિનિકલ ટ્રાયલ લેવામાં આવી હતી જે દરમિયાન ૨૧ જેટલા લોકોએ ૧૨ કલાકમાં ૨૪૦ એમએલ એટલે કે ચાર કપ ચા પીધી હતી. જેનું પ્રમાણ એક લિટર પાણી જેટલું હતું. આ ચા ખાંડ વિનાની હતી પણ તેમાં ૨૦ એમએલ સેમી સ્કિમ્ડ મિલ્ક ઉમેરવામાં આવ્યું હતું.
આ પછી આટલાં જ ઘટકો સાથે છ કપ ચા પીવાનો પ્રયોગ પણ કરવામાં આવ્યો હતો. સાથોસાથ સમયાંતરે તેટલી જ માત્રામાં પાણી પણ આપવામાં આવતું હતું. અભ્યાસનાં તારણો પરથી જાણવા મળ્યું હતું કે, ચા અને પાણી પીવાથી શરીરમાં હાઈડ્રેશનમાં કોઈ ફરક પડયો નહોતો. શરીરમાં પાણીનું અને હાઈડ્રેશનનું પ્રમાણ જાળવી રાખવા માટે ચા એક સારો વિકલ્પ છે તેવું અભ્યાસ પરથી જાણવા મળ્યું હતું.
- ચારથી છ કપ ચા પીવાથી શરીરની તંદુરસ્તી જળવાય છે
- ચાના સેવનથી હાર્ટના રોગોનો અને સ્ટ્રોકનો ખતરો ઘટે છે
No comments:
Post a Comment