Tuesday, 16 August 2011

સ્ટ્રેસ મટાડવા હળદર-તજ જેવા ગરમ મસાલા ખાઓ




ભારતીય દાળ અને કઢી બનાવવામાં ઉપયોગમાં લેવાતા હળદર અને તજ જેવા ગરમ મસાલાનો ખોરાકમાં ઉપયોગ કરવાથી શરીરમાં બળતરા થાય તેવા સ્ટ્રેસ લેવલમાં ઘટાડો થાય છે અને તેજાનામાં રહેલાં એન્ટિઓક્સિડન્ટ તત્ત્વો હાર્ટના રોગો સામે રક્ષણ આપે છે.
સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ જ્યારે વધારે ફેટ ધરાવતું ભોજન લે છે ત્યારે લોહીમાં ટ્રિજિલિસેરાઇડ્સ જેવી ચરબીનું પ્રમાણ વધે છે અને જો ટ્રિજિલિસેરાઇડ્સના પ્રમાણમાં વારંવાર વધારો થાય તો હાર્ટના રોગો થવાનો ખતરો પણ વધે છે, આવા સંજોગોમાં વધારે પડતા ચરબી ધરાવતા  ખોરાકમાં દાળ અને કઢીમાં વપરાતા ગરમ મસાલા અને હળદર તેમજ તજ જેવા તેજાનાનો ઉપયોગ કરવામાં આવે તો ટ્રિજિલિસેરાઇડ્સમાં ૩૦ ટકાનો ઘટાડો કરી શકાય છે, તેવું પેન્ન સ્ટેટના એસોસિએટ પ્રોફેસર શૈલા વેસ્ટે જણાવ્યું હતું.
  • તેજાનામાં રહેલા એન્ટિઓક્સિડન્ટ તત્ત્વો હાર્ટના રોગોથી બચાવે છે
વેસ્ટ અને તેના સાથીઓએ ૩૦થી ૬૫ વર્ષનાં લોકો માટે ગરમ મસાલા સાથેનું અને ગરમ મસાલા વિનાનું એમ બે પ્રકારનું ભોજન બનાવ્યું હતું. વધુ વજન ધરાવતાં પણ તંદુરસ્ત એવાં લોકોને આ ભોજન આપવામાં આવ્યું હતું. ભોજન સ્વાદિષ્ટ બને તે માટે તેમાં ગરમ મસાલા અને તેજાના ઉમેરવામાં આવ્યા હતા. શારીરિક રીતે સ્વસ્થ લોકોને ચિકન કરી, ઇટાલિયન હર્બ બ્રેડ તેમજ તજનાં બિસ્કિટ આપવામાં આવ્યાં હતાં.  જેમના પર આ પ્રયોગ કરવામાં આવ્યો હતો તેમનાં શરીરમાંથી ત્રણ કલાક માટે દર ૩૦ મિનિટે લોહી લઈને તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
મરી-મસાલાનું મિશ્રણ કરીને બનાવવામાં આવેલાં ભોજનમાં રોઝમેરી, ઓરેગાનો, તજ, હળદર, કાળાં મરી, લવિંગ, હળદર જેવા ગરમ મસાલા નાખવામાં આવ્યા હતા. આવા તેજાનાને કારણે લોહીમાં એન્ટિઓક્સિડન્ટ પ્રવૃત્તિ ૧૩ ટકા વધે છે અને ઇન્સ્યુલિન રિસ્પોન્સ ૨૦ ટકા ઘટે છે, પરિણામે શરીરમાં દાહ કે બળતરા જન્માવે તેવું સ્ટ્રેસલેવલ ઘટે છે.

No comments:

Post a Comment