એવુ માનવામા આવે છે કે ઘંટ વગાડવાથી મંદિરમા પ્રાણ પ્રતિષ્ઠિત મૂર્તિના દેવતા પણ ચૈતન્ય થઈ જાય છે, જેનાથી તેની પૂજા પ્રભાવશાળી તથા તરત જ ફળ આપવાવાળી થાય છે. સ્કંદ પુરાણો પ્રમાણે મંદિરમા ઘંટ વગાડવાથી માણસના સો જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે. જ્યારે સંસારનો પ્રારંભ થયો ત્યારે જે (નાદ) અવાજ હતો, ઘંટ અથવા ઘડિયાળની ધ્વનિથી એવો જ નાદ નીકળે છે. આજ નાદ ઓમકારના ઉચ્ચારણથી પણ જાગૃત થાય છે.
ઘંટને કાળનું પ્રતીક માનવામા આવે છે. ધર્મ શાસ્ત્રીઓ પ્રમાણે જ્યારે પ્રલય કાળ આવશે ત્યારે પણ આવા જ પ્રકારનો નાદ પ્રગટ થશે. મંદિરમા ઘંટ અથવા ઘડિયાળ લગાવવાનો વૈજ્ઞાનિક કારણ પણ છે. જ્યારે ઘંટ વગાડવામા આવે છે તેનાથી વાતાવતણમા કંપન ઉત્પન્ન થાય છે જે વાયુમંડળને કારણે ઘણો દૂર સુધી જાય છે. આ કંપનની સીમામા આવવાવાળા જીવાણુ, વિષાણુ વગેરે સૂક્ષ્મ જીવ નષ્ટ થઈ જાય છે તથા મંદિરનું તથા તેની આસપાસનું વાતાવરણ શુદ્ધ બનેલુ રહે છે.
No comments:
Post a Comment