આજે આધુનિકીકરણની દોડમાં આપણા જમવાની શૈલી પણ બદલાઇ ગઇ છે.જુના સમયમાં જમીન પર બેસીને જમવાની પરંપરા હતી.
ઘણા લોકોને એવી ટેવ હોય છે ખાવાના તુરંત બાદ આરામ ફરમાવે છે કાં તો સુઇ જાય છે.પરંતુ આપણા શાસ્ત્રોમાં તેને યોગ્ય ગણવામાં નથી આવતું.
હિંદુ ધર્મ અનુસાર એવી માન્યતા છે કે સુવાથી કે આળસ લેવાથી ઘરમાં દરિદ્રતા આવે છે.એ સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ એવો પણ છે કે મનમાં નકારાત્મક વિચારો વધે છે.
જમ્યા બાદનો આ આરામ, આળસ કરવાથી કબજિયાત,અપચો,જાડાપણું,એસીડીટી વગેરે પેટ સંબંધી બીમારીઓ થવાની સંભાવના છે.
આળસને કારણે શરીરની ઊર્જા ઓછી થઇ જાય છે,આ માટે જમ્યા બાદ થોડી વાર વજ્રાસનમાં બેસવું જોઇએ.
No comments:
Post a Comment