24 કલાકમાંથી થોડો સમય નિષ્કામ થઇ જઇએ, પોતાને એકલા રહેવાં દઇએ, માત્ર કામથી જ નહી પણ વિચારો અને કર્મોથી પણ.આ ખાલીપણું તમારી વ્યસ્ત જિંદગી માટે ઘણું કામ આવશે તે સાથે તમને નિયમિત થવામાં પણ ઘણું કામ આવશે. આ ખાલીપણામાં એક રસપાન કરો. ભારતીય સંસ્કૃતિમાં રસ શબ્દનો બહુ સુંદર ઉપયોગ કરવામાં આવ્યો છે. રસાયણ શબ્દ આનાથી જ બન્યો છે.શાસ્ત્રોમાં ઇશ્વરને 'રસો વૈ સ:' કહે છે.
તેનો એક અર્થ છે કે પરમાત્માનો એક રસ છે. 24 કલાકમાં તેનું એક ટીપું ચોક્કસથી પીવો. રસાયણનો અર્થ થાય છે કે તેને અંદર ઉતારી લેવો. આ રસ બે જગ્યાએથી મળે છે- ગુરૂનાં સાંનિધ્યમાંથી અને કથા સત્સંગમાંથી. આ બન્ને આપણી તરસને છીપાવતી પરબ છે.
આ પરબ જીવનની અંદરની તરસ જેને કારણે આપણે બેચેન તો રહીએ છીએ પણ તે બેચેની કઇ છે તે જાણી શકતાં નથી.આ બેચેનીને દુર કરવા માટે આપણે બહારી ઘણી રીતો અપનાવીએ છીએ. જ્યારે આ તરસ છીપાય ત્યારે દુનિયા તેને ઇશ્વર કહે છે.
આ માટે તો 24 કલાક ભલેને ગમે તેટલું કામ કરો, પણ રસપાન જરૂર કરો. આ રસને પીતાં પીતાં અદમ્ય પ્રેમની અનુભુતિ થશે.જેને કારણે તમારૂ વ્યક્તિત્વ પ્રેમપુર્ણ બનશે અને બીજાની આ ફરિયાદ આપોઆપ જતી રહેશે કે તમે અમારા માટે સમય કાઢતાં નથી.
No comments:
Post a Comment