Saturday, 6 August 2011

હોમ મેડ ક્લિન્ઝર નિખારશે મોન્સૂન બ્યુટીને

ચોમાસું આમ તો આહ્લાદક ઋતુ છે પણ ત્વચા માટે તો ઘણી મુશ્કેલીઓ લઈને આવે છે એટલે જો વ્યવસ્થિત સંભાળ રાખવામાં ન આવે તો ત્વચા ચીકણી થઈ જાય છે અને ઝીણી ઝીણી ફોલ્લીઓ નીકળી આવતી હોય છે. માટે ચોમાસામાં નખશિખ સ્વસ્થ રહેવું હોય તો ત્વચાને સંભાળવાના ઉપાયો કરવા જ માંડો.
 ચોમાસામાં અઠવાડિયામાં બે વાર ચહેરા પર સ્ક્રબ કરવાનું રાખો.
 જ્યારે પણ ઘરમાંથી બહાર નીકળો ત્યારે પર્સમાં વેટ ટિશ્યૂ રાખવાનું ન ભૂલતા. ત્વચા અતિશય ચીકણી હોય તો ચહેરાને બે કલાકના અંતરે એન્ટિ બેક્ટેરિયલ ફેસવોશથી સાફ કરો.
 કૂલિંગ ફેસપેકનો ઉપયોગ
કરવો તેનાથી ત્વચા પરનો નિખાર જળવાઈ રહેશે.
 જો તમારી ત્વચા સૂકી છે તો મેઅકપ કરતા પહેલાં ઓઇલ બેઝડ ક્રીમનો ઉપયોગ કરો.
 ચોમાસામાં પણ ત્વચાને સનસ્ક્રીનની જરૂર હોય છે માટે બહાર નીકળતી વખતે એ લગાવવાનું ન ભૂલવું.
નિયમિતપણે ત્વચાને ક્લિન્ઝિંગ. ટોનિંગ અને મોઇશ્ચરાઇઝિંગ કરવાથી ત્વચા પર જામી ગયેલી ધૂળ, માટી, મેલ નીકળી જાય છે અને ખીલ થવાનો ડર નથી રહેતો.
 ભેજ તથા બફારાને કારણે ઘણી વાર પીઠ પર નાની ફોલ્લીઓ અને ખીલ થઈ આવતા હોય છે તો આમ ન થાય તે માટે મહિનામાં એક વાર નિષ્ણાત બ્યુટીશ્યિન પાસે પીઠ પર મસાજ કરાવીને પીઠ ચોખ્ખી કરાવી લેવી.
આ સિઝનમાં કેટલાક ઘરેલુ નુસખાની મદદથી ત્વચા સંપૂર્ણપણે સ્વસ્થ અને દમકતી રહે છે.
હોમ મેડ ક્લિન્ઝર
જેની ત્વચા સૂકી હોય તે ૧૦ બદામને પીસીને પેસ્ટ બનાવીને તેમાં બે ટીપાં મધ નાખીને આ મિશ્રણનો ૫-૭ મિનિટ માટે ચહેરા પર મસાજ કરવો. પછી ચહેરો ધોઈ લેવો. આ જ રીતે આ પેસ્ટ તમે હાથ-પગ પર પણ ઘસી શકો છો. ૨ કપ ગુલાબજળમાં અડધી ચમચી ગ્લિસરીન નાખીને ચહેરા પર ક્લીન્ઝિંગ કરવું. જેની સ્કિન ઓઇલી હોય તેને માઇલ્ડ ક્લીન્ઝરની જરૂર હોય છે. ઓઇલી સ્કિન હોય તે ઓટમીલ સ્ક્રબનો ઉપયોગ કરી શકે છે. એ ઉપરાંત પાકેલા પપૈયાથી ચહેરા પર મસાજ કરી શકાય. ત્યાર બાદ ચહેરા પર ચણાના લોટમાં થોડુંક ગુલાબજળ નાખીને બનાવેલી પેસ્ટ બનાવી ચહેરો ધોઈ લેવો.
હોમ મેડ ટોનર સૂકી ત્વચા માટે
પાંચેક ટીપાં કેમોમાઈલ તેલના લઇ તેમાં એકાદ ટી .સ્પૂન દૂધ મિક્સ કરીને તેનો ટોનર તરીકે ઉપયોગ કરવો.
તૈલી ત્વચા હોય તેણે ૧૦ ટીપાં લેવેન્ડર ઓઇલનાં લઈને તેમાં એક ટી સ્પૂન પાણી ભેળવીને ચહેરા પર લગાવવું.
મોઇશ્ચરાઇઝર સૂકી ત્વચા માટે
એક ટી સ્પૂન મધમાં ૧ ટી સ્પૂન તાજું દહીં મિક્સ કરીને તેમાં જોજોબા ઓઇલ નાખવું પછી આ બધું ફરીથી મિક્સ કરીને ચહેરા, ગર્દન, હાથ-પગ પર લગાવી લેવું ને ૧૦-૧૨ મિનિટ પછી નાહી લેવું અથવા તો પાણીથી મોઇશ્ચરાઇઝર લગાવ્યું હોય તે ભાગ બરાબર સાફ કરી નાખવો.
મોઇશ્ચરાઇઝર તૈલી તથા કોમ્બિનેશન ત્વચા માટે
જેની ત્વચા એકદમ તૈલી હોય તથા એવું હોય કે ચહેરાનો કેટલોક જ ભાગ તૈલી થઈ જાય છે તો તેઓ આ પ્રમાણેના મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરી શકે છે બે ટી સ્પૂન ગુલાબજળમાં ૨ ટીપાં સ્ટ્રોબેરી ઓઇલ  તથા ઓરેન્જ ઓઇલ મિક્સ કરીને ચહેરા પર લગાવી રાખવું. ૧૦-૧૨ મિનિટ બાદ ચહેરો પાણીથી બરાબર ધોઈ લેવો.

No comments:

Post a Comment