પોતાના જીવનને વ્યવસ્થિત બનાવવાનો વિચાર બધાં જ કરતાં હોય છે. પરંતુ તે ના કરી શકવાથી તેઓ પોતાની જાતને જ હૈયાધારણ આપતા રહે છે, થોડાંક સમયની મહેતલ લેતાં રહે છે. પરંતુ જ્યારે તેઓ એ પ્રમાણે નથી કરી શકતાં ત્યારે તેઓ વિમાસણમાં મુકાઈ જાય છે. વાસ્તવમાં એવો સમય ક્યારેય નથી આવતો જ્યારે બધું જ બરાબર તેમના સ્થાને હોય. કારણ કે નવાં કામો સતત આવતાં રહે છે.
જીવનમાં કેટલાંક પરિબળો એવા છે જે ક્યારેય આપણાં નિયંત્રણમાં નથી હોતા. બધુ સંપૂર્ણ અને વ્યવસ્થિત હોય એવી અપેક્ષાને છોડવી જરૂરી છે. તે પછી જ આપણે સાચા અર્થમાં નિરાંત અનુભવી શકીએ છીએ. જે રીતે ઘરને સંગ્રહાલય જેટલું ગોઠવેલું ના રાખી શકાય તે જ રીતે જીવનને ચાવી આપેલા રમકડાંની જેમ ચલાવી શકાતું નથી. સૌથી મહત્ત્વની બાબતને પ્રાથમિકતા આપીને જીવવાથી મન સંતુષ્ટ રહે છે. તેથી તમારી પ્રાથમિકતાઓ નક્કી કરો અને સૌ પ્રથમ તેને ન્યાય આપો. બાકીના કામો તેમના સમયે થતાં રહેશે. જીવનને એક ડાન્સ-પાર્ટનર ગણો. ક્યારેક તમે તેને અનુસરો છો તો ક્યારેક તે તમારી પાછળ આવે છે. એકબીજાને અનુરૂપ રહેવામાં, સુમેળ સાધવામાં જ સૌંદર્ય અને લાલિત્ય રહેલાં છે.
જતું કરવાની કે છોડવાની ટેવ રાખો
* જે કામ બરાબર ના થઈ શક્યું હોય તેને ભૂલવાની ટેવ પાડો. જે કામ કરવા તમે બન્યા નથી તે કાયમ કરવાનો વિચાર છોડી દો. આમ કરવાથી હતાશા નહિ આવે.
* કામની યાદી બનાવો તો તેની સાથે થયેલા કામની યાદી પણ બનાવો જેથી તમને કામ પૂર્ણ થયાનો સંતોષ મળે અને બાકીના કામ પૂરા કરવાની આશા બંધાય.
* સપ્તાહના અંતે આવનારા સપ્તાહના કામોની પ્રાથમિકતા નક્કી કરો. કામોને અગ્રતાક્રમ આપો જેથી તમે મૂંઝાશો નહિ.
* ભૂતકાળમાં તમે જ્યારે કામના બોજાથી તાણગ્રસ્ત બનેલા ત્યારે તમે શું કર્યું હતું તે યાદ કરો. યાદી બનાવેલી કસરત કરેલી કે ઊંડા શ્વાસ લઈને તમારી જાતને પ્રોત્સાહન આપેલું ! જ્યારે પણ તમે મૂંઝાઈ જાઓ કે ચિંતાગ્રસ્ત બનો, ત્યારે એ પળ યાદ કરો જે તમને ચિંતામુક્ત બનાવીને આગળ વધવા પ્રેરે.

No comments:
Post a Comment