Tuesday, 9 August 2011

આપની આ 6 ટેવ બદલી નાખશે આપનું જીવન!


આપની રૂટિન ટેવ જ આપને સ્વસ્થ રાખવામાં મહત્વ પૂર્ણ ભૂમિકા ભજવે છે. તો આવો જાણીએ આપની કઈ આદત આપના સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ નોતરી શકે છે પણ તેની સામેનો બચાવ આપના હાથમાં જ છે. તો જાણો આપના સ્વાસ્થ્યને...

-પેટની ચરબીથી પરેશાન છો?નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓન એન્જિંગ સ્ટડીની એક રિસર્ચથી માલુમ પડે છે કે જે મહિલાઓની કમરથી પેઢાના ભાગમાં વધુ ચરબી જમા થાય છે તેનુ આયુષ્ય ઘટવાના ચાન્સ 20 ટકા હોય છે.

ખાસ કરીને મેનોપોઝ બાદ મહિલાઓએ તેમના પેઢાની ચરબી ઉતારવી જોઈએ. વિશેષજ્ઞોના જણાવ્યાં પ્રમાણે, હોર્મોનલ બદલાવને કરાણે પેટની આસપાસની ચરબી વધે છે. જો આપની કમર 35 ઈન્ચ કરતાં વધુ છે તો આટલું કરો

-20 મિનીટની સ્ટ્રેંથ ટ્રેનિંગ દિવસમાં બેથી ત્રણ વખત કરો -ઓમેગા-3 ફેટી એસિડ માટે અખરોટ,માછલી કે પછી તાજા ફળફળાદી અને શાકભાજીનું સેવન કરો -25 ટકા મોનોસેચુરેટેડ ફેટી એસિડ તમારા ભોજનમાં શામેલ કરી લો

-ટીનએજમાં હેલ્ધી રહો જર્નલ ઓફ પીડિયાટ્રિક્સના એક અભ્યાસમાં જન્મથી 25 વર્ષની ઉંમર આસરે 137 અફ્રિકન અમેરિકન્સ પર કરવામાં આવેલી શોધમાં જાણવા મળ્યું છે કે કિશોરાવસ્થામાં જેમનું વજન અનિયંત્રિત હોય છે તેમને ટાઈપ-2 ડાયાબિટીઝ થવાની આશંકા સૌથી વધુ છે. અમેરિકન હાર્ટ એસોસિએશનના જણાવ્યાં અનુસાર ડાયાબિટીઝના દર્દીઓને હ્રદય રોગનો હુમલો થવાની શક્યતા સામાન્ય વ્યક્તિ કરતાં ચાર ગણી છે.

-જમવામાં જામલી રંગનું ફુડ વધુ પસંદ કરો જે લોકોને જામલી રંગના ફળ જેમ કે બ્લુ બેરી, જાંબુ, દ્રાક્ષ ખાવી વધુ પસંદ છે તેને હ્રદયરોગ તેમજ અલ્ઝાઈમર જેવી બીમારીઓ ઓછી થાય છે. આ ફળમાં પોલિફિનોલ નામનું તત્વ હોય છે જે રક્ત વાહિનીઓમાંઆર્ટેરીજ વધારેછે. સાથે જ માથામાં લોહીનું ભ્રમણ પણ યોગ્ય રાખે છે. નિયમિત રૂપે આ ફળોનું એક કપ સેવન યાદશક્તિ વધારે છે.

-પોતાનું કામ જાતે જ કરો 70થી 80 વર્ષની ઉંમર હોય તો પણ તમારા અંગત કામ જાતે જ કરવાનો આગ્રહ રાખો. આ સિવય તમારી ઉંમર ચાલીસી વટાવી ગઈ હોય તો તમારા કપડાં વાળવા, તમારો રુમ સાફ રાખવો કે પછી નાના અમથા પોસ્ટ, બેન્કના કામ પણ જાતે જ કરવાનો આગ્ર તમારુ સ્વાસ્થ્ય સુધારશે.

-સામાજિક જીવન પણ જીવો ભૂલવાની બીમારીને દુર કરવા તમારા પરિવારની નજીક રહો. તેમની સાથેના સંબંધોને માણો, અતડા ન રહો. આનાથી તણાવ પણ દુર થશે. મહિલાઓ કરતાં પુરૂષો આ બીમારીથી વધુ પિડાય છે.

-ટિપ ટોપ રહો હમેશા ટિપ ટોપ રહેવાથી તમે તણાવથી દુર રહેશો. જે લોકો પોતાના વ્યક્તિત્વથી ખુશ નથી હોતા તેઓ તેમના પરિવારને ખુશ રાખી શકતાં નથી. ઘર-પરિવારની જવાબદારી ઉપાડવામાં પોતાની જાતને ભૂલી ન જાઓ. દિવસની 30 મિનીટ પોતાના પર વિતાવો. આ સમય તમે તમારી જાતને આપો.

No comments:

Post a Comment