Tuesday, 9 August 2011

ડિપ્રેશન-ડાયાબિટીસ ભગાવવા સક્ષમ છે આ ઉપાય!

 
-ડિપ્રેશન, સ્કિઝોફ્રેનિયા, અલ્ઝાઈમર, ડાયાબિટીસ જેવા રોગો મટાડવામાં સક્ષમ યોગા

યોગ અને યોગના આસનો હવે માત્ર શારીરિક ચુસ્તી-સ્ફુર્તિ અને તંદુરસ્તી માટેના પરંપરાગત ઉપાયો જ નથી રહ્યાં. તેનાથી ડિપ્રેશન, સ્કિઝોફ્રેનિયા, અલ્ઝાઈમર,ડાયાબિટીસ જેવા રોગો પણ મટે છે.

નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટ હેલ્થ એન્ડ ન્યુરો સાયન્સના અભ્યાસમાં જણાવ્યાં પ્રમાણે,આખા દિવસમાં માત્ર 45 મીનિટ ઓમ ઉચ્ચારવામાં આવે તેમજ યોગ કરવામાં આવે ત તેનાથી અને ક માનસિક રોગ દુર થાય છે.

સામાન્ય રીતે ડિપ્રેશન, સ્કિઝોફ્રેનિયા, અલ્ઝાઈમર, હાયપર ટેન્શન, મેદસ્વીત, હાર્ટના રોગો અને કેન્સર જેવા રોગોને મટાડે છે. યોગના કારણે શરીરમાં બાયોલોજિકલ ફેરફારો લાવી શકાય છે.

યોગના કેટલાંક પ્રયોગો બાદ દ્દીઓમાં યોગને કારણે કાર્ટિસોલનું પ્રમાણ ઘટાડી શકાયું હતું. કાર્ટિસોલ વ્યક્તિમાં સ્ટ્રેસ લેવલ વધતા આડ્રેનલ ગ્લેન્ડમાંથી વછૂટતું સ્ટિરોઈડ હોર્મોન્સ છે. જે બ્લડ ગ્લુકોઝ ઘટે ત્યારે પણ જોવા મળે છે.

યોગને કારણે મગજના જ્ઞાનતંતુઓ અને ચેતાતંત્રને પૂરતા પ્રમાણાં પ્રોટીન મળે છે અને અલ્ઝાઈમરનો રોગ દૂર કરી શકાય છે. યોગથી ટ્યૂમર નેક્રોસિસ ફેપ્કટર પણ દૂર કરી શકાય છે. આ ઉપરાંત ઓમનો ઉચ્ચાર કરવાથી સ્ટ્રેસ લેવલ ઘટાડી શકાય છે. જેને કારણે ડિપ્રેશનમાંથી પણ ઝડપથી છુટકારો મળે છે.

No comments:

Post a Comment